કીર્તન મુક્તાવલી

રસિયા જોઈ રૂપાળી કોટ

૧-૧૮૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ધ્યાન ચિન્તામણિ

પદ - ૪

રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ;

વહાલા મારું મનડું મળવા ચ્હાય, કે જાય ચિત્તડું ચળી રે લોલ... ꠶ ૧

વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડાં તિલ ચાર છે રે લોલ;

વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ... ꠶ ૨

વહાલા તારા ઉરમાં વિણગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ;

વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ... ꠶ ૩

રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ;

આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ... ꠶ ૪

Rasiyā joī rūpāḷī koṭ

1-188: Sadguru Premanand Swami

Category: Dhyan Chintamani

Pad - 4

Rasiyā joī rūpāḷī koṭ, rūḍī rekhāvaḷī re lol;

Vahālā māru manaḍu maḷvā chahāy ke jāy chittaḍu chaḷī re lol... 1

Vahālā tārī jamṇī bhujāne pās, rūḍā til chār chhe re lol;

Vahālā tārā kanṭh vachche til ek, anupam sār chhe re lol... 2

Vahālā tārā urmā viṇguṇ hār, joī neṇā ṭhare re lol;

Vahālā te to jāṇe premī jan, joī nitya dhyān dhare re lol... 3

Rasiyā joī tamāru rūp, rasik jan ghelḍā re lol;

Āvo vahālā Premsakhīnā Nāth, Sundarvar Chhelḍā re lol... 4

loading