કીર્તન મુક્તાવલી

વહાલા તારી ભુજા જુગલ જગદીશ

૧-૧૮૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ધ્યાન ચિન્તામણિ

પદ - ૫

વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ;

કરનાં લટકાં કરતા લાલ, આવોને મારે બારણે રે લોલ... ꠶ ૧

વહાલા તારી આંગળિયુંની રેખા, નખમણિ જોઈને રે લોલ;

વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ... ꠶ ૨

વહાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ;

વહાલા મારા હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ... ꠶ ૩

વહાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ;

આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ... ꠶ ૪

Vahālā tārī bhujā jugal Jagadīsh

1-189: Sadguru Premanand Swami

Category: Dhyan Chintamani

Pad - 5

Vahālā tārī bhujā jugal Jagdīsh, joīne jāu vārṇe re lol;

Karnā laṭkā kartā lāl, āvone māre bārṇe re lol... 1

Vahālā tārī āngaḷiyunī rekhā, nakhmaṇi joīne re lol;

Vahālā mārā chittmā rākhu chorī, kahu nahi koīne re lol... 2

Vahālā tārā urmā anupam chhāp, jovāne jīva ākḷo re lol;

Vahālā mārā haiḍe harakh na māy, jāṇu je hamṇā maḷo re lol... 3

Vahālā tāru udar ati rasrūp, shītaḷ sadā Nāthjī re lol;

Āvo orā Premsakhīnā prāṇ, maḷu bharī bāthjī re lol... 4

loading