કીર્તન મુક્તાવલી
ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન
૧-૧૯: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાર્થના
ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન, એ વર માગું છું;
દયાનિધિ તમે દાસને, નિત આપો છો એ દાન... એ વર꠶ ૧
નિર્વિકલ્પ ઉત્તમ અતિ, એવો નિશ્ચે થાય તમારો;
અલબેલા તમ આગળે, હું અરજ કરું એ સારુ... એ વર꠶ ૨
માહાત્મ્ય જ્ઞાન સહિત હરિ, એવી એકાંતિકી ભક્તિ;
પ્રીત રહે તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ... એ વર꠶ ૩
હુંમાં તમારું ભક્તપણું હરિ, એમાં કોઈ પ્રકાર;
દોષ ન રહે કોઈ જાતનો, એ આપો ધર્મકુમાર... એ વર꠶ ૪
તમારા કોઈ ભક્તનો મારે, દ્રોહ ક્યારે નવ થાય;
સંગ એકાંતિક ભક્તનો, મને નિત આપો મુનિરાય... એ વર꠶ ૫
દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર;
પ્રેમાનંદની વિનંતી, સાંભળજો શ્યામ જરૂર... એ વર꠶ ૬
Dharmakuvar Harikrishṇaji tame bhaktapati Bhagwān
1-19: Sadguru Premanand Swami
Category: Prarthana
Dharmakuvar Harikrishṇaji,
Tame bhaktapati Bhagwān, e var māgu chhu;
Dayānidhi tame dāsne, nit āpo chho e dān... e 1
Nirvikalp uttam ati, evo nische thāy tamāro;
Albelā tam āgḷe, hu araj karū e sārū... e 2
Māhātmya gnān sahit Hari, evī ekāntikī bhakti;
Prīt rahe tav charaṇmā, bīje rahe sadā virakti... e 3
Humā tamāru bhaktapaṇu Hari, emā koī prakār;
Dosh na rahe koī jātno, e āpo Dharmakumār... e 4
Tamārā koī bhaktano māre, droh kyāre nav thāy;
Sang ekāntik bhaktano, mane nit āpo Munirāy... e 5
Dās tamārā dāsno, mane rākho Nāth hajūr;
Premānandni vinanti, sāmbhaljo Shyām jarur... e 6