કીર્તન મુક્તાવલી
મીઠા વહાલા કેમ વિસરું મારું - શયન આરતી
૧-૧૯૮: અજાણ્ય
Category: વિવિધ આરતી
મીઠા વહાલા કેમ વિસરું મારું, તમથી બાંધેલ તન હો,
વહાલા વસે એની વાટડી વા’લી, વા’લા લાગે વન હો... મીઠા꠶ ૧
તરસ્યાને જેમ પાણીડું વહાલું, ભૂખ્યાને ભોજન હો... મીઠા꠶ ૨
વાંઝિયાને જેમ પુત્ર જ વહાલો, નિર્ધનિયાને ધન હો... મીઠા꠶ ૩
મીરાંને જેમ ગિરધર વહાલા, ચકોરને વહાલો ચંદ હો... મીઠા꠶ ૪
ગોપીઓને જેમ કૃષ્ણ જ વહાલા અમારે સહજાનંદ હો... મીઠા꠶ ૫
Mīṭhā vahālā kem visaru māru - Shayan Ārtī
1-198: unknown
Category: Vividh Arti
Mīṭhā vahālā kem visaru māru,
Tamthī bāndhel tan ho
Vahālā vase enī vāṭaḍī vā’lī,
Vā’lā lāge van ho... mīṭhā 1
Tarsyāne jem pāṇīḍu vahālu,
Bhukhyāne bhojan ho... mīṭhā 2
Vānjhiyāne jem putra ja vahālo,
Nirdhaniyāne dhan ho... mīṭhā 3
Mīrāne jem Girdhar vahālā,
Chakorne vahālo chand ho... mīṭhā 4
Gopīone jem Krishṇa ja vahālā,
Amāre Sahajānand ho... mīṭhā 5