કીર્તન મુક્તાવલી
તમારી મૂર્તિ વિના મારા નાથ રે
૧-૨૦: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: પ્રાર્થના
તમારી મૂર્તિ વિના મારા નાથ રે,
બીજું મને આપશો મા;
હું તો એ જ માગું છું જોડી હાથ રે,
બીજું મને આપશો મા... ꠶ટેક
આપો તમારા જનનો સંગ રે,
મારા જીવમાં એ જ ઉમંગ રે... બીજું꠶ ૧
મારા ઉરમાં કરો નિવાસ રે,
મને રાખો રસિયા તમ પાસ રે... બીજું꠶ ૨
એ જ અરજી દયાનિધિ દેવ રે,
આપો ચરણકમલની સેવ રે... બીજું꠶ ૩
કરો ઇતર વાસના દૂર રે,
રાખો પ્રેમાનંદને હજૂર રે... બીજું꠶ ૪
Tamārī mūrti vinā mārā Nāth re
1-20: Sadguru Premanand Swami
Category: Prarthana
Tamārī mūrti vinā mārā Nāth re,
Bīju mane āpsho mā;
Hu to e ja māgu chhu jodī hāth re,
Bīju mane āpsho mā...
Āpo tamārā janno sang re,
Mārā jīvamā e ja umang re... bīju 1
Mārā urmā karo nivās re,
Mane rākho rasiyā tam pās re... bīju 2
E ja arjī Dayānidhi dev re,
Āpo charaṇkamalni sev re... bīju 3
Karo itar vāsanā dūr re,
Rākho Premānandne hajūr re... bīju 4