કીર્તન મુક્તાવલી
ધીરે ધીરે ધીરે ધીરે જી મહંતસ્વામી આપનો નેહડો
૨-૨૦૦૦૪: અજાણ્ય
Category: મહંતસ્વામી મહારાજનાં પદો
નેહડો! નેહડો! નેહડો લાગ્યો...
ધીરે ધીરે ધીરે ધીરે જી, હો જી રે...
મહંતસ્વામી આપનો નેહડો લાગ્યો રે...
વ્હાલા યોગીના મુખનું પાન, વ્હાલા સ્વામીના મુખનું ગાન,
અણનમ માથાં ચરણે જૂકે છે, ગુરુ ગુણ ગાતાં લળી લળી જાય.
ધીરે ધીરે ધીરે ધીરે જી, હો જી રે મહંતસ્વામી આપનો મહિમા ગાજ્યો રે... ૧
અહો! નેણાથી નેહ છલકાય, અહો! વેણાથી વ્હાલ ઉભરાય,
હો! નજરું રે આપની હૈયા વીંધે છે, ભક્તોના દિલડા વારી વારી જાય.
ધીરે ધીરે ધીરે ધીરે જી, હો જી રે મહંતસ્વામી આપનો ડંકો વાગ્યો રે... ૨
ધર્મ ભક્તિ કેવા સોહાય, જ્ઞાન વૈરાગ્ય રે મહેકાય,
હો! ધર્મ એકાંતિક ગૂંજ્યો બ્રહ્માંડે, મૌનમાં બ્રહ્મનો નાદ પરખાય,
ધીરે ધીરે ધીરે ધીરે જી, હો જી રે મહંતસ્વામી આપનો બોધ મન ભાવ્યો રે... ૩
આશિષ આપના સાચા થાય, સ્પર્શે આપને માયા જીતાય,
અક્ષરધામના સુખડા આવે, શ્રીજી સ્વયં સાક્ષાત્ દર્શાય,
ધીરે ધીરે ધીરે ધીરે જી, હો જી રે મહંતસ્વામી આપનો રંગડો જામ્યો રે... ૪
Dhīre dhīre dhīre dhīre jī Mahant Swāmī āpno nehaḍo
2-20004: unknown
Category: Mahant Swami Maharajna Pad
Nehaḍo! Nehaḍo! Nehaḍo lāgyo...
Dhīre dhīre dhīre dhīre jī, ho jī re...
Mahant Swāmī āpno nehaḍo lāgyo re.
Vhālā Yogīnā mukhnu pān, vhālā Swāmīnā mukhnu gān,
Aṇanam māthā charaṇe jūke chhe, guru guṇ gātā laḷī laḷī jāy.
Dhīre dhīre dhīre dhīre jī, ho jī re Mahant Swāmī āpno mahimā gājyo re.
Aho! neṇāthī neh chhalakāy, aho! veṇāthī vhāl ubharāy,
Ho! najaru re āpnī haiyā vīndhe chhe, bhaktonā dilaḍā vārī vārī jāy.
Dhīre dhīre dhīre dhīre jī, ho jī re Mahant Swāmī āpno ḍanko vāgyo re.
Dharma bhakti kevā sohāy, gnān vairāgya re mahekāy,
Ho! dharma ekāntik gūnjyo brahmānḍe, maunmā brahmano nād parakhāy,
Dhīre dhīre dhīre dhīre jī, ho jī re Mahant Swāmī āpno bodh man bhāvyo re.
Āshiṣh āpnā sāchā thāy, sparshe āpne māyā jītāy,
Akṣhardhāmnā sukhaḍā āve, Shrījī swayam sākṣhāt darshāy,
Dhīre dhīre dhīre dhīre jī, ho jī re Mahant Swāmī āpno rangaḍo jāmyo re.
Listen to ‘ધીરે ધીરે ધીરે ધીરે જી મહંતસ્વામી આપનો નેહડો’