કીર્તન મુક્તાવલી
અમારો તમારો નાતો હેતનો હો સ્વામી
૨-૨૦૦૦૬: અજાણ્ય
Category: મહંતસ્વામી મહારાજનાં પદો
અમારો તમારો નાતો હેતનો હો સ્વામી,
જન્મો પુરાણો બાંધ્યો તમે હાથ થામી, પ્રમુખસ્વામી, મહંતસ્વામી... ૧
જૂઠી આ દુનિયા ને જૂઠા સૌ નાતા,
સ્વાર્થ પતે ત્યાં ત્યારે ખોવાતા,
તમે જ સાચા સગા અમ જનમોના સાથી... ૨
માન્યા ન માન્યા અમે તમને દુખાવ્યા,
તોય સદા હાથ ઝાલી અમને નભાવ્યા,
કર્યું હેત કોટિ ઘણું રાખી નહિ કાંઈ ખામી... ૩
નાતો આ બાંધ્યો તમે અમને ઉગારવા,
દુઃખોના દરિયા સમ ભવરોગ ટાળવા,
સુખી અમને જોઈ થાઓ તમે અતિ રાજી... ૪
અનંત અપાર ઋણ કેમ ચૂકવીએ,
કોટિ શિર દેતાં અમે વામણા પડીએ,
પણ જીવી જશું આપ રુચિમાં સદા સંપ રાખી... ૫
અમારો તમારો નાતો હેતનો હો સ્વામી... જન્મો પૂરાણો
Amāro tamāro nāto hetno ho Swāmī
2-20006: unknown
Category: Mahant Swami Maharajna Pad
Amāro tamāro nāto hetno ho Swāmī,
Janmo purāṇo bāndhyo tame hāth thāmī, Pramukh Swāmī, Mahant Swāmī... 1
Jūṭhī ā duniyā ne jūṭhā sau nātā,
Svārtha pate tyā tyāre khovātā,
Tame ja sāchā sagā am janamonā sāthī... 2
Mānyā na mānyā ame tamane dukhāvyā,
Toy sadā hāth zālī amane nabhāvyā,
Karyu het koṭi ghaṇu rākhī nahi kāī khāmī... 3
Nāto ā bāndhyo tame amane ugāravā,
Dukhonā dariyā sam bhavrog ṭāḷavā,
Sukhī amane joī thāo tame ati rājī... 4
Anant apār ṛuṇ kem chūkavīe,
Koṭi shir detā ame vāmaṇā paḍīe,
Paṇ jīvī jashu āp ruchimā sadā samp rākhī... 5
Amāro tamāro nāto hetno ho Swāmī... janmo pūrāṇo
Listen to ‘અમારો તમારો નાતો હેતનો હો સ્વામી’