કીર્તન મુક્તાવલી

અહોનિશ દર્શન દેજો રે મૂર્તિ ચૈતન્યમાં રહેજો

૧-૨૧: સદ્‍ગુરુ જગદીશાનંદ સ્વામી

Category: પ્રાર્થના

અહોનિશ દર્શન દેજો રે, મૂર્તિ ચૈતન્યમાં રહેજો... ꠶ટેક

અક્ષરપુરુષોત્તમ પ્રભુ નામ તમારું,

 સતથી ચિત્તમાં સંભારું રે... મૂર્તિ꠶ ૧

જતન કરીને મારા હૃદિયામાં રાખું,

 હેતે હું હરિરસ ચાખું રે... મૂર્તિ꠶ ૨

હરિવર હૈડેથી પળ ન વિસારું,

 ટાળ્યું અંતરનું અંધારું રે... મૂર્તિ꠶ ૩

શ્રીહરિએ લીધું મારા ચિત્તડાને ચોરી,

 છો મારી જીવનદોરી રે... મૂર્તિ꠶ ૪

પૂરણ બ્રહ્મ સ્વરૂપ છો યોગી,

 છો ભારે બ્રહ્મરસના ભોગી રે... મૂર્તિ꠶ ૫

તેજ તમારું ત્રિલોકથી ન્યારું,

 પૂરણ લાગે છે મુને પ્યારું રે... મૂર્તિ꠶ ૬

આ રે સ્વામીને મારા હૃદિયામાં રાખું,

 દુનિયાનાં દુઃખ વારી નાખું રે... મૂર્તિ꠶ ૭

જગદીશાનંદ કહે નાથ તમારી,

 મૂર્તિમાં રહેજો વૃત્તિ મારી રે... મૂર્તિ꠶ ૮

Ahonish darshan dejo re mūrti

1-21: Sadguru Jagdishanand Swami

Category: Prarthana

Ahonish darshan dejo re, mūrti chaitanyamā rahejo...

Akshar Purushottam Prabhu nām tamāru,

 Satthī chittmā sambhārū re... mūrti 1

Jatan karīne mārā hradiyāmā rākhu,

 Hete hu Hariras chākhu re... mūrti 2

Harivar haidethī pal na visāru,

 Tālyu antarnu andhārū re... mūrti 3

Shriharie līdhu mārā chittḍāne chorī,

 Chho mārī jīvandorī re... mūrti 4

Pūran Brahma swarup chho yogī,

 Chho bhāre Brahmarasnā bhogī re... mūrti 5

Tej tamāru trilokthī nyāru,

 Pūran lāge chhe mune pyāru re... mūrti 6

Ā re Swāmīne mārā hradiyāmā rākhu,

 Duniyānā dukh vārī nākhu re... mūrti 7

Jagdīshānand kahe Nāth tamārī,

 Mūrtīmā rahejo vrutti mārī re... mūrti 8

loading