કીર્તન મુક્તાવલી
મારી સ્વામિનારાયણની ગાડી છુક છુક કરતી ચાલે
૨-૨૨૫: મુકેશ એન. પર્માર
Category: બાળ કીર્તનો
મારી સ્વામિનારાયણની ગાડી છુક છુક કરતી ચાલે
ઉપર સત્સંગનો ઝંડો ફરકે, કેવી દડબડ દડબડ દોડે... ꠶ ટેક
પહેલા ડબ્બામાં,
હો પહેલા ડબ્બામાં શ્રીજીમહારાજ શોભે છે,
સૌને મંત્ર મુક્તિનો આપે છે.
ક્યો મંત્ર આપે છે?
‘ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે.’
સહજાનંદ સ્વામી મહારાજની જય.... મારી꠶ ૧
બીજા ડબ્બામાં,
હો બીજા ડબ્બામાં ગુણાતીતાનંદ સ્વામી,
સૌને સાચું નિશાન બતાવે છે.
ક્યું નિશાન બતાવે છે?
‘સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે,
આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો.’
ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય... મારી꠶ ૨
ત્રીજા ડબ્બામાં,
હો ત્રીજા ડબ્બામાં પ્રાગજી ભગત મલકે,
એની બોલીમાં ગુરુભક્તિ છલકે
ગુરુભક્તિ આપણામાં કેવી રીતે આવે?
‘ગુરુનું વચન અદ્ધર ઝીલવું, હેઠું ન પડવા દેવુ.’
ભગતજી મહારાજની જય... મારી꠶ ૩
ચોથા ડબ્બામાં,
હો ચોથા ડબ્બામાં શાસ્ત્રીજી મહારાજ છે,
શુદ્ધ ઉપાસના સમજાવે છે.
કઈ ઉપાસના?
‘ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર.’
શાસ્ત્રીજી મહારાજની જય... મારી꠶ ૪
પાંચમા ડબ્બામાં,
હો પાંચમા ડબ્બામાં યોગીબાપા ડોલે છે,
અહો! સત્સંગનું ભાતું ખોલે છે.
ભાતામાં શું છે?
‘સંપ સુહૃદભાવ ને એકતા રાખ્યા વગર છુટકો જ નથી.’
યોગીજી મહારાજની જય... મારી꠶ ૫
છઠ્ઠા ડબ્બામાં,
હો છઠ્ઠા ડબ્બામાં મારા પ્રમુખસ્વામી છે,
લીલી ઝંડી શ્રદ્ધાની, લીલી ઝંડી ભક્તિની ફરકાવે છે,
કેવી ઝંડી સ્વામીજી ફરકાવે છે.
અને કહે છે કે,
‘શ્રદ્ધા અને ભક્તિ જીવનમાં દૃઢ કરો.’
પ્રમુખસ્વામી મહારાજની જય.... મારી꠶ ૬
સાતમા ડબ્બામાં,
સાતમા ડબ્બામાં વહાલા મહંત સ્વામી છે,
વાહ, સ્વામી સત્સંગનો સાર બતાવે છે,
એ સાર શું છે?
‘ભગવાનને ભજતાં સર્વે હરિજનો દિવ્ય છે!’
મહંત સ્વામી મહારાજની જય.... મારી꠶ ૭
મારી સ્વામિનારાયણની ગાડી ‘નિત્ય દોડતી રહેશે...’
નિત્ય દોડતી રહેશે?
હા, જુઓ શ્રીજીમહારાજ શું કહે છે?
‘આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે,
ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર
પૃથ્વી ઉપર વિચરતા હોય.’
અક્ષરપુરુષોત્તમ મહારાજની જય!
મારી સ્વામિનારાયણની ગાડી નિત્ય દોડતી રહેશે... ૮
Mārī Swāminārāyaṇnī gāḍī chhuk chhuk karatī chāle
2-225: Mukesh N. Parmar
Category: Bal Kirtan
Mārī Swāminārāyaṇnī gāḍī, chhuk chhuk kartī chāle,
Upar satsangno jhanḍo farake, kevī daḍbaḍ daḍbaḍ doḍe...
Pahelā ḍabbāmā,
Ho pahelā ḍabbāmā Shrījī Mahārāj shobhe chhe,
Saune mantra muktino āpe chhe.
Kayo mantra āpe chhe?
‘Bhagwān ane Bhagwānnā sant ej kalyāṇkārī chhe.’
Sahajānand Swāmī Mahārājnī jay... mārī 1
Bījā ḍabbāmā,
He bījā ḍabbāmā Guṇātītānand Swāmī,
Saune sāchu nishān batāve chhe.
Kayu nishān batāve chhe?
‘Swāminārāyaṇ hare Swāmīe vāt karī je,
Āpṇe to Akshardhāmmā javu chhe, evo ek sankalp rākhvo.’
Guṇātītānand Swāmī Mahārājnī jay... mārī 2
Trījā ḍabbāmā,
Ho trījā ḍabbāmā Prāgjī Bhagat malke,
Enī bolīmā gurubhakti chhalke
Gurubhakti āpṇāmā kevī rīte āve?
‘Gurunu vachan addhar jhīlvu, hethu na paḍvā devu.’
Bhagatjī Mahārājnī jay... mārī 3
Chothā ḍabbāmā,
Ho chothā ḍabbāmā Shāstrījī Mahārāj chhe,
Shuddh upāsanā samjāve chhe.
Kaī upāsanā?
‘Guṇātītānand Mūl Akshar, Sahajānand ek Parameshwar.’
Shāstrījī Mahārājnī jay... mārī 4
Pānchmā ḍabbāmā,
Ho pānchmā ḍabbāmā Yogī Bāpā ḍole chhe,
Aho! Satsangnu bhātu khole chhe.
Bhātāmā shu chhe?
‘Samp suhradbhāv ne ektā rākhyā vagar chhuṭko ja nathī.’
Yogījī Mahārājnī jay... mārī 5
Chhaṭhṭhā ḍabbāmā,
Ho chhaṭhṭhā ḍabbāmā mārā Pramukh Swāmī chhe,
Lilī jhandī shraddhānī, lilī jhandī bhaktinī farkāve chhe,
Kevī jhandī Swāmījī farkāve chhe.
Ane kahe chhe ke,
‘Shraddhā ane bhakti jīvanmā dradh karo.’
Pramukh Swāmī Mahārājnī jay... mārī 6
Sātmā ḍabbāmā,
Sātmā ḍabbāmā vahālā Mahant Swāmī chhe,
Vāh, Swāmī satsangno sār batāve chhe,
E sār shu chhe?
‘Bhagwānne bhajatā sarve harijano divya chhe!’
Mahant Swāmī Mahārājnī jay.... mārī 7
Mārī Swāminārāyaṇnī gāḍī ‘nitya doḍatī raheshe...’
Nitya doḍatī raheshe?
Hā, juo Shrījī Mahārāj shu kahe chhe?
‘Ā jīvane jyāre Bharatkhanḍne vishe manushya deh āve
chhe, tyāre Bhagwānnā avatār kā Bhagwānnā Sādhu e
jarūr pruthvī upar vichartā hoy.’
Akshar Purushottam Mahārājnī jay!
Mārī Swāminārāyaṇnī gāḍī nitya doḍatī raheshe 8