કીર્તન મુક્તાવલી

બાવા નંદ તણે દરબાર નોબત વાજે રે

૧-૨૩૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

જન્માષ્ટમી (શ્રાવણ વદ - ૮)

બાવા નંદ તણે દરબાર, નોબત વાજે રે લોલ;

હરિ પ્રગટ્યા સરજનહાર, નિજ જન કાજે રે લોલ... ꠶ટેક

જનમ થયો જગદીશનો રે, હરખ વધ્યો ત્રિલોક... નોબત꠶

કુબુદ્ધિ કંસ સરીખડા, તેને અંતર પેઠો શોક... નોબત꠶ ૧

દેવત્રિયા ટોળે મળી રે, સુર તેંત્રીસે ક્રોડ... નોબત꠶

જશોમતી કેરે આંગણે, ગાય જયજય ધુનિ કર જોડ... નોબત꠶ ૨

તોરણ બાંધ્યાં ટોડલે રે, ચંદન લીંપ્યાં ધામ... નોબત꠶

આનંદ કારી ઉપન્યા વા’લો, બ્રહ્માનંદનો શ્યામ... નોબત꠶ ૩

Bāwā Nand taṇe darbār nobat vāje re lol

1-230: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Janmāṣhṭamī (Shrāvaṇ Vad - 8)

Bāwā Nand taṇe darbār, nobat vāje re lol;

Hari pragaṭyā sarjanhār, nij jan kāje re lol...

Janam thayo Jagdīshno re, harakh vadhyo trilok... nobat

Kubuddhi Kans sarīkhaḍā, tene antar peṭho shok... nobat 1

Devtriyā ṭoḷe maḷī re, sur tetrīse kroḍ... nobat

Jashomatī kere āngaṇe, gāy jayjay dhuni kar joḍ... nobat 2

Toraṇ bāndhyā ṭo÷ḍle re, chandan līpyā Dhām... nobat

Ānand kārī upanyā vā’lo, Brahmānandno Shyām... nobat 3

loading