કીર્તન મુક્તાવલી
મહાબળવંત માયા તમારી
૧-૨૪: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: પ્રાર્થના
(ભક્તચિન્તામણિ, પ્ર. ૬૪)
મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી;
એવું વરદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે... ꠶૧
વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન;
જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ... ꠶૨
સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે;
દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલિયે હરિ... ꠶૩
કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ;
તમને ભજતાં આડું જે પડે, માગિએ એ અમને ન નડે... ꠶૪
એટલું માગિએ છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે;
વળી ન માગિએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ... ꠶૫
કેદી દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન;
કેદી કુસંગનો સંગ મા દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો... ꠶૬
કેદી દેશો મા સંસારી સુખ, દેશો મા પ્રભુ વાસ વિમુખ;
દેશો મા પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાંઈ... ꠶૭
દેશો મા દેહ સુખ સંયોગ, દેશો મા હરિજનનો વિયોગ;
દેશો મા હરિજનનો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ... ꠶૮
દેશો મા સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય;
એ આદિ નથી માંગતા અમે, દેશો મા દયા કરીને તમે... ꠶૯
પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર;
મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ... ꠶૧૦
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ;
એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત... ꠶૧૧
દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા;
એમ રમ્યા રંગભર હોળી, હરિ સાથે હરિજન ટોળી... ꠶૧૨
Mahābaḷvant māyā tamārī
1-24: Sadguru Nishkulanand Swami
Category: Prarthana
(Bhaktachintāmaṇi, Prakaran 64)
Mahābaḷvant māyā tamārī, jeṇe āvariyā narnārī;
Evu vardān dījiye āpe, eh māyā amne na vyāpe... 1
Valī tamāre vishe jīvan, nāve manushya buddhi koī dan;
Je je līlā karo tame Lāl, tene samju alaukik khyāl... 2
Satsangī je tamārā kahāve, teno kedī abhāv na āve;
Desh kāḷ ne kriyāe karī, kedī tamne na bhuliye Hari... 3
Kām krodh ne lobh kumati, moh vyāpīne na fare mati;
Tamne bhajtā āḍu je paḍe, māgiye e amne na naḍe... 4
Etlu māgiye chhaiye ame, dejyo dayā karī Hari tame;
Vaḷī na māgiye ame jeh, tame suṇī lejyo Hari teh... 5
Kedī desho mā dehābhimān, jeṇe karī visro Bhagwān;
Kedī kusangno sang ma dejyo, adharma thakī ugārī lejyo... 6
Kedī desho mā sansārī sukh, desho mā Prabhu vās vimukh;
Desho mā Prabhu jakt motāī, mad matsar īrshā kāī... 7
Desho mā deh sukh sanyog, desho mā harijanno viyog;
Desho mā harijanno abhāv, desho mā ahamkārī swabhāv... 8
Desho mā sang nāstikno rāy, melī tamne je karmane gāy;
E ādi nathī māgtā ame, desho mā dayā karīne tame... 9
Pachhī boliyā Shyāmsundar, jāo āpyo tamne e var;
Mārī māyāmā nahī munjhao, dehādikmā nahi bandhāo... 10
Mārī kriyāmā nahi āve dosh, mane samajsho sadā adosh;
Em kahyu thaī raḷiyāt, sahue satya karī mānī vāt... 11
Dīdhā dāsne fagvā evā, bīju koṇ samarth evu devā;
Em ramyā rangbhar hoḷī, Hari sāthe harijan ṭoḷī... 12