કીર્તન મુક્તાવલી

એક સમે અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાણ

૨-૨૪૮: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૧

એક સમે અમદાવાદમાં, આવ્યા શ્યામ સુજાણ;

મૂર્તિ શોભે મહારાજની, (જાણે) ઉગ્યા સૂરજ ભાણ... ꠶ ૧

નવઘરું શિરે શોભતું, જાણે રવિનો ભાસ;

જોઈને મોહી સુરવનિતા, વિમાન છાયા આકાશ... ꠶ ૨

મેઘાડંબર હરિ ઉપરે, ઈન્દ્રે ધર્યો તે વાર;

ચંદનપુષ્પની વૃષ્ટિ કરે, બ્રહ્માદિ દેવ અપાર... ꠶ ૩

કેસર તિલક સોહામણું, શોભે ભાલ વિશાલ;

નાસા ભ્રૂકુટિ વાંકડી, ગાલે ટીબકડીનો તાલ... ꠶ ૪

શોભે અધર અતિ રાતડા, માંહી મધુરી હાસ;

દાસ ગોપાળ કહે દંતની, પંક્તિ કરે રે પ્રકાશ... ꠶ ૫

Ek same Amdāvādmā āvyā Shyām sujāṇ

2-248: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 1

Ek same Amdāvādmā, āvyā Shyām sujāṇ;

 Mūrti shobhe Mahārājni, (jāṇo) ugyā sūraj bhāṇ... 1

Navgharu shire shobhtu, jāṇe ravino bhās;

 Joīne mohī sūrvanitā, vimān chhāyā ākāsh... 2

Meghāḍambar Hari upare, Īndre dharyo te vār;

 Chandanpushpnī Vrushti kare, Brahmādī dev apār... 3

Kesar tilak sohāmaṇu, shobhe bhāl vishāl;

 Nāsā bhrukuṭi vānkḍī, gāle ṭībakḍīno tāl... 4

Shobhe adhar ati rātḍā, māhī madhurī hās;

 Dās Gopāḷ kahe dantnī, pankti kare re prakāsh... 5

loading