કીર્તન મુક્તાવલી
કુંડલ પહેર્યાં છે કાનમાં નેત્ર અણિયાળાં લાલ
૨-૨૪૯: ગોપાળદાસ
Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો
પદ - ૨
કુંડળ પહેર્યાં છે કાનમાં, નેત્ર અણિયાળાં લાલ;
કંઠે કૌસ્તુભમણિ શોભતો, પે’રી મોતીડાની માળ... ꠶ ૧
બાંયે બાજુબંધ બેરખા, હેમ કડાં બે હાથ;
પે’રી સોના કેરાં સાંકળાં, શોભે છે ત્રિભુવન નાથ... ꠶ ૨
જામો જરીનો જાદવે, પહેર્યા અમૂલી સાર;
ખંભે રેંટો ગૂઢા રંગનો, ગળે ગુલાબી હાર.. ꠶ ૩
કમર કટારો વાંકડો, કસ્યો બિહારીલાલ;
નાડી લટકે રૂડી હીરની, સોનેરી સુરવાળ... ꠶ ૪
તોડા પહેર્યા સોનાતણા, પે’રી મોજડિયું પાય;
દાસ ગોપાળ કહે જોઈને, અંતરમાં† આનંદ થાય... ꠶ ૫
†આનંદ
Kunḍal paheryā chhe kānmā netra aṇiyāḷā lāl
2-249: Gopaldas
Category: Amdavad Shrihari Leela Pad
Pad - 2
Kunḍaḷ paheryā chhe kānmā, netra aṇiyāḷā lāl;
Kanṭhe kaustubhmaṇi shobhato, pe’rī motīḍānī māḷ... ° 1
Bāye bājubandh berakhā, hem kaḍā be hāth;
Pe’rī sonā kerā sākaḷā, shobhe chhe tribhuvan Nāth... ° 2
Jāmo jarīno jādave, paheryā amūlī sār;
Khambhe reṭo gūḍhā rangno, gaḷe gulābī hār.. ° 3
Kamar kaṭāro vākaḍo, kasyo Bihārīlāl;
Nāḍī laṭke rūḍī hīrnī, sonerī survāḷ... ° 4
Toḍā paheryā sonātaṇā, pe’rī mojaḍiyu pāy;
Dās Gopāḷ kahe joīne, antarmā† ānand thāy... ° 5
†ānand