કીર્તન મુક્તાવલી

આગે અસવારીનો આંબળો વાંસે મુનિનાં વૃંદ

૨-૨૫૦: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૩

આગે અસવારીનો આંબળો, વાંસે મુનિનાં વૃંદ;

પડખે પાળાનાં જોડલાં, મધ્યે શોભે જગવંદ... ꠶ ૧

છત્રની શોભા શિર પર, ચરમના ઝોકાર;

નિશાન નેજા અબ્દાગીરી, નેકી કરે પોકાર... ꠶ ૨

ભેળ ભુંગળ ને વાંસળી, મૃદંગ પડઘમ સાર;

ઢોલ નગારાં ગડગડે, વાજીંત્રનો નહિ પાર... ꠶ ૩

સામૈયું લઈને શ્યામને, આવ્યા હરિજન સાથ;

થાળ ભરીને મોતીડે, વધાવ્યા દીનોનાથ... ꠶ ૪

આસુરી લાગ્યા બળવા, છાતી કૂટે બહુ પેર;

દાસ ગોપાળ કહે ઉલટા, ખુણે ખાતર પડ્યાં ઘેર... ꠶ ૫

Āge asvārīno āmbaḷo vāse muninā vṛund

2-250: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 3

Āge asvārīno āmbaḷo, vāse muninā vṛund;

Paḍkhe pāḷānā joḍalā, madhye shobhe Jagvand... ° 1

Chhatranī shobhā shir par, charamnā zokār;

Nishān nejā abdāgīrī, nekī kare pokār... ° 2

Bheḷ bhungaḷ ne vāsaḷī, mṛudang paḍgham sār;

Ḍhol nagārā gaḍ-gaḍe, vājīntrano nahi pār... ° 3

Sāmaiyu laīne Shyāmne, āvyā harijan sāth;

Thāḷ bharīne motīḍe, vadhāvyā Dīnonāth... ° 4

Āsurī lāgyā baḷvā, chhātī kūṭe bahu per;

Dās Gopāḷ kahe ulṭā, khuṇe khātar paḍyā gher... ° 5

loading