કીર્તન મુક્તાવલી

કોડે કોડે એકાદશી કીજીએ રે

૧-૨૫૨: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

એકાદશી ઉત્સવ

પદ - ૧

કોડે કોડે એકાદશી કીજીએ રે,

 એવું વ્રત જાવા નવ દીજીએ રે... ꠶ટેક

એ વ્રત કરે તે ધન્ય માનવી રે,

 તે તો નાહ્યો કોટિક વાર જાહ્નવી રે... કોડે꠶ ૧

જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે,

 તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે... કોડે꠶ ૨

એનો મહિમા મુનિવર ગાય છે રે,

 અવિનાશી મળ્યાનો ઉપાય છે રે... કોડે꠶ ૩

બ્રહ્માનંદ કહે એમાં હરિ રહ્યા વસી રે,

 કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે... કોડે꠶ ૪

Koḍe koḍe Ekādashī kījīe re

1-252: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Ekādashī Utsav

Pad - 1

Koḍe koḍe Ekādashī kījīe re,

 Evu vrat jāvā nav dījīe re...

E vrat kare te dhanya mānvī re,

 Te to nāhyo koṭik vār Jāhnavī re... koḍe 1

Jeṇe vachan pramāṇe vrat ādaryu re,

 Teṇe kāraj potānu sarve karyu re... koḍe 2

Eno mahimā munivar gāy chhe re,

 Avināshī maḷyāno upāy chhe re... koḍe 3

Brahmānand kahe emā Hari rahyā vasī re,

 Kīdhī Uddhav pramāṇe Ekādashī re... koḍe 4

loading