કીર્તન મુક્તાવલી

બેઠા સિંહાસન ઉપરે સહજાનંદ સુખધામ

૨-૨૫૨: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૫

બેઠા સિંહાસન ઉપરે, સહજાનંદ સુખધામ;

ચારે કોરે સખા શોભતા, વચ્ચે છબીલો શ્યામ... ꠶ ૧

ડનલોપ સાહેબ આવિયા, કાને સુણી ભગવાન;

બળી રાજાની રીત્યું શું, અરપ્યું ભૂમિનું દાન... ꠶ ૨

પ્રભુ પાત્ર પોતે મલ્યા, સહજાનંદ સુજાણ;

સૂર્ય ચંદ્રની સાખ્યે, અર્પી ભૂમિ પરમાણ... ꠶ ૩

આશીર્વાદ આપી કરી, દીધો અભેવર આમ;

મુલકનો પાદશાહ જનરલ, પમાડ્યો અક્ષરધામ... ꠶ ૪

કરુણાસાગરે કૃપા કરી, દીધો અભેવર સાર;

દાસ ગોપાળ કહે ટાળિયા, જમપુરીના માર... ꠶ ૫

Beṭhā sihāsan upare Sahajānand sukhdhām

2-252: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 5

Beṭhā sihāsan upare, Sahajānand sukhdhām;

Chāre kore sakhā shobhatā, vachche chhabīlo Shyām... ° 1

Ḍanlop sāheb āviyā, kāne suṇī Bhagwān;

Baḷī Rājānī rītyu shu, arapyu bhūminu dān... ° 2

Prabhu pātra pote malyā, Sahajānand sujāṇ;

Sūrya Chandranī sākhye, arpī bhūmi paramāṇ... ° 3

Āshīrvād āpī karī, dīdho abhevar ām;

Mulakno pādshāh janral, pamāḍyo Akṣhardhām... ° 4

Karuṇāsāgare kṛupā karī, dīdho abhevar sār;

Dās Gopāḷ kahe ṭāḷiyā, Jampurīnā mār... ° 5

loading