કીર્તન મુક્તાવલી

હરિજન હોય તે હરિને ભજે રે

૧-૨૫૩: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

એકાદશી ઉત્સવ

પદ - ૨

હરિજન હોય તે હરિને ભજે રે,

 વ્રત એકાદશી તે કેદી નવ તજે રે... ꠶ટેક

જાણે માત સમાન પર નારને રે,

 ગણે તુચ્છ સરીખો સંસારને રે... હરિ꠶ ૧

મદ્ય માંસ હરામ જેને નવ ખપે રે,

 જીભે રાત-દિવસ પ્રભુને જપે રે... હરિ꠶ ૨

માયા જીવ ઈશ્વરના જાણે મર્મને રે,

 રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે... હરિ꠶ ૩

બ્રહ્માનંદના વહાલાની છબી ઉર ધરે રે,

 મતવાલો થઈને જગમાં ફરે રે... હરિ꠶ ૪

Harijan hoy te Harine bhaje re

1-253: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Ekādashī Utsav

Pad - 2

Harijan hoy te Harine bhaje re,

 Vrat Ekādashī te kedī nav taje re...

Jāṇe māt samān par nārne re,

 Gaṇe tuchchh sarīkho sansārne re... Hari 1

Madya māns harām jene nav khape re,

 Jībhe rāt-divas Prabhune jape re... Hari 2

Māyā jīva īshwarnā jāṇe marmane re,

 Raṭe Brahma thaīne Parabrahmane re... Hari 3

Brahmānandnā vahālānī chhabī ur dhare re,

 Matvālo thaīne jagmā fare re... Hari 4

loading