કીર્તન મુક્તાવલી

શ્રીપુર મધ્યે શોભતું પ્રથમ કરીને ધામ

૨-૨૫૩: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૬

શ્રીપુર મધ્યે શોભતું, પ્રથમ કરીને ધામ;

પોતે મળી પધરાવિયા, નરનારાયણ નામ... ꠶ ૧

વિપ્ર ચોરાશી નાતના, તેડાવીને તત્કાળ;

સામાન લઈ ગંજ મારિયા, જઈને કાંકરિયાની પાળ... ꠶ ૨

સીધાં સાકરનાં શ્યામળે, આપ્યાં કરીને પ્યાર;

જતન કરીને જમાડિયા, વિપ્રના જૂથ અપાર... ꠶ ૩

કાંકરિયે ડેરા તાણિયા, છ છ ગાઉની સીમ;

દળ દીસે રળિયામણું, માંહી છે અર્જુન ભીમ... ꠶ ૪

પુરનો રાજા આવિયો, અસ્વારી લઈ તે વાર;

દાસ ગોપાળ કહે પ્રક્રમા, કરે છે વારંવાર... ꠶ ૫

Shrīpur madhye shobhatu pratham karīne dhām

2-253: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 6

Shrīpur madhye shobhatu, pratham karīne dhām;

Pote maḷī padharāviyā, Narnārāyaṇ nām... ° 1

Vipra chorāshī nātnā, teḍāvīne tatkāḷ;

Sāmān laī ganj māriyā, jaīne Kākariyānī pāḷ... ° 2

Sīdhā sākarnā Shyāmaḷe, āpyā karīne pyār;

Jatan karīne jamāḍiyā, vipranā jūth apār... ° 3

Kākariye ḍerā tāṇiyā, chha chha gāunī sīm;

Daḷ dīse raḷiyāmṇu, māhī chhe Arjun Bhīm... ° 4

Purano rājā āviyo, asvārī laī te vār;

Dās Gopāḷ kahe prakramā, kare chhe vāramvār... ° 5

loading