કીર્તન મુક્તાવલી
ભલે આવી અનુપમ એકાદશી રે
૧-૨૫૪: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
એકાદશી ઉત્સવ
પદ - ૩
ભલે આવી અનુપમ એકાદશી રે,
મારે વહાલે મુજ સામું જોયું હસી રે... ꠶ટેક
આજ વાધી આનંદ કેરી વેલડી રે,
થઈ રસિયા સંગાથે રંગ રેલડી રે... ભલે꠶ ૧
લટકાળા કુંવર ધર્મલાલની રે,
ચિત્તડામાં ખૂંતી છે છબી ચાલની રે... ભલે꠶ ૨
રંગભીનો રમે (તે) રસ રંગમાં રે,
અતિ આનંદ થયો છે મારા અંગમાં રે... ભલે꠶ ૩
પ્રીતિ જાણી રસીલો વચને પળ્યા રે,
બ્રહ્માનંદનો વહાલો મુજને મળ્યા રે... ભલે꠶ ૪
Bhale āvī anupam Ekādashī re
1-254: Sadguru Brahmanand Swami
Category: Utsavna Pad
Ekādashī Utsav
Pad - 3
Bhale āvī anupam Ekādashī re,
Māre vahāle muj sāmu joyu hasī re...
Āj vādhī ānand kerī velḍī re,
Thaī rasiyā sangāthe rang relḍī re... bhale 1
Laṭkāḷā kuvar Dharmalālnī re,
Chittḍāmā khuntī chhe chhabī chālnī re... bhale 2
Rangbhīnā rame (te) ras rangmā re,
Ati ānand thayo chhe mārā angmā re... bhale 3
Prīti jāṇī rasīlo vachane paḷyā re,
Brahmānandnā vahālo mujne maḷyā re... bhale 4