કીર્તન મુક્તાવલી

નાહીને કાંકરિયાના નીરમાં સખા સહિત તત્કાળ

૨-૨૫૪: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૭

નાહીને કાંકરિયાના નીરમાં, સખા સહિત તત્કાળ;

આવીને મે’મદાવાદમાં, બેઠા જમવાને થાળ... ꠶ ૧

અગણિત અસુરો આવિયા, કરી નગારે ઠોર;

મારો મારો શબ્દ કરી, કરે કતોહલ જોર... ꠶ ૨

વૃષ્ટિ કરી તીખાં બાણની, નાખે બંદુક જંજાળ;

જમી ઊઠી ઘોડે ચડી, સ્વામી ગયા વહેલાલ... ꠶ ૩

આજ્ઞા આપી યુદ્ધ કરો, મારો જેમ તેમ થાય;

અગણિત ફોજો વાંસે જોઈ, અસુર ભાગ્યા જાય... ꠶ ૪

દાંતોમાં ખડ લઈ ભાગિયા, નાખી દીધાં હથિયાર;

દાસ ગોપાળ કહે મુખિયા, મારી નાખ્યા બે ચાર... ꠶ ૫

Nāhīne Kākariyānā nīrmā sakhā sahit tatkāḷ

2-254: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 7

Nāhīne kākariyānā nīrmā, sakhā sahit tatkāḷ;

Āvīne Me’mdāvādmā, beṭhā jamvāne thāḷ... ° 1

Agaṇit asuro āviyā, karī nagāre ṭhor;

Māro māro shabda karī, kare katohal jor... ° 2

Vṛuṣhṭi karī tīkhā bāṇnī, nākhe banduk janjāḷ;

Jamī ūṭhī ghoḍe chaḍī, Swāmī gayā vahelāl... ° 3

Āgnā āpī yuddha karo, māro jem tem thāy;

Agaṇit fojo vāse joī, asur bhāgyā jāy... ° 4

Dātomā khaḍ laī bhāgiyā, nākhī dīdhā hathiyār;

Dās Gopāḷ kahe mukhiyā, mārī nākhyā be chār... ° 5

loading