કીર્તન મુક્તાવલી

ધન્ય ધન્ય એકાદશી આજની રે

૧-૨૫૫: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

એકાદશી ઉત્સવ

પદ - ૪

ધન્ય ધન્ય એકાદશી આજની રે,

 રૂડી નીરખી છબી વ્રજરાજની રે... ꠶ટેક

ફૂલડાનાં છોગાં તે ચિત્તમાં ધર્યાં રે,

 તે જોઈને મારાં નેણાં ઠર્યાં રે... ધન્ય꠶ ૧

ભાળી કેસર તિલક રૂડું ભાલમાં રે,

 મારી લગની લાગી છે ધર્મલાલમાં રે... ધન્ય꠶ ૨

વાંકી ભૃકુટિમાં મન મારું ભમે રે,

 હવે બીજું દીઠું તે મને નવ ગમે રે... ધન્ય꠶ ૩

બ્રહ્માનંદ કહે રૂપાળી એની આંખડી રે,

 પ્યારી લાલ કમળ કેરી પાંખડી રે... ધન્ય꠶ ૪

Dhanya dhanya Ekādashī ājnī re

1-255: Sadguru Brahmanand Swami

Category: Utsavna Pad

Ekādashī Utsav

Pad - 4

Dhanya dhanya Ekādashī ājnī re,

 Rūḍī nīrakhī chhabī Vrajrājnī re...

Fūlḍānā chhogā te chittmā dharyā re,

 Te joīne mārā neṇā ṭharyā re... dhanya 1

Bhāḷī kesar tilak rūḍu bhālmā re,

 Mārī lagnī lāgī chhe Dharmalālmā re... dhanya 2

Vānkī bhrukuṭimā man māru bhame re,

 Have bīju dīṭhu te mane nav game re... dhanya 3

Brahmānand kahe rūpāḷī enī ānkhḍī re,

 Pyārī lāl kamaḷ kerī pānkhḍī re... dhanya 4

loading