કીર્તન મુક્તાવલી

સંવત અઢારસો બ્યાસીને રંગ કરીને સાર

૨-૨૫૫: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૮

સંવત અઢારસો બ્યાસીને, રંગ કરીને સાર;

નાખ્યો સંતોના ઉપરે, થાળીઓ ભરીને અપાર... ꠶ ૧

રસ બસ કીધાં રંગમાં, સાધુ પાળા હરિજન;

નાખે ગુલાલની ઝોળિયું, તે ઉપર ત્રિભુવન... ꠶ ૨

તાકી મારે પિચકરીઓ, મુખ ઉપર અલબેલ;

કીચડ થયો ભૂમિ ઉપરે, ચાલી છે રંગની રેલ... ꠶ ૩

કેસરિયા થઈ ઘનશ્યામજી, અશ્વે ચઢી બલવીર;

ચાલ્યા સખાના સંગમાં, ન્હાવા ગંગાનીર... ꠶ ૪

હાથી ઘોડા રથ પાલખી, સાધુ પાળા હરિજન;

દાસ ગોપાલ કહે ઉતર્યા, જઈને સાભરને તીર... ꠶ ૫

Samvat aḍhārso byāsīne rang karīne sār

2-255: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 8

Samvat aḍhārso byāsīne, rang karīne sār;

Nākhyo santonā upare, thāḷīo bharīne apār... 1

Ras bas kīdhā rangmā, sādhu pāḷā harijan;

Nākhe gulālnī jhoḷiyu, te upar tribhuvan... 2

Tākī māre pichkārīo, mukh upar albel;

Kīchaḍ thayo bhumī upare, chālī chhe rangnī rel... 3

Kesariyā thaī Ghanshyāmjī, ashve chaḍhī balvīr;

Chālyā sakhānā sangmā, nhāvā Gangānīr... 4

Hāthī ghoḍā rath pālkhī, sādhu pāḷā harijan;

Dās Gopāl kahe utaryā, jaīne Sābharne tīr... 5

loading