કીર્તન મુક્તાવલી

રંગ ભરેલા લાલજી જળમાં ઝીલે બળવીર

૨-૨૫૬: ગોપાળદાસ

Category: અમદાવાદમાં શ્રીહરિની લીલાનાં પદો

પદ - ૯

રંગ ભરેલા લાલજી, જળમાં ઝીલે બળવીર;

રાતાં થઈને વહેવા લાગિયાં, સાબરમતિનાં નીર... ꠶ ૧

પોતે ગંગાજી આવિયાં, મૂર્તિમાન સાક્ષાત;

હાથ જોડીને હરિ આગળે, કહે પૂરવની વાત... ꠶ ૨

તમારા ચરણોથી શ્યામળા, નોખી પડી બહુકાળ;

સંત સહિત કૃપા કરી, આજ મળ્યા ગોપાળ... ꠶ ૩

ગંગાને ચરણે નિવાસ દઈ, અશ્વે થયા અસવાર;

મંદિરમાં સંતને જમાડિયા, ઘેબર મોતૈયા અપાર... ꠶ ૪

ભૂમિકા ભરતખંડની, તેમાં ઉત્તમ આ શહેર;

દાસ ગોપાળ કહે સ્વામી, ફર્યા છે ઘેરોઘેર... ꠶ ૫

Rang bharelā Lāljī jaḷmā jhīle baḷvīr

2-256: Gopaldas

Category: Amdavad Shrihari Leela Pad

Pad - 9

Rang bharelā Lāljī, jaḷmā jhīle baḷvīr;

Rātā thaīne vhevā lāgīyā, Sābarmatinā nīr... 1

Pote Gangājī āviyā, mūrtimān sākshāt;

Hāth joḍīne Hari āgḷe, kahe pūravnī vāt... 2

Tamārā charaṇothī Shyāmḷā, nokhī paḍī bahukāḷ;

Sant sahit krupā karī, āj maḷyā Gopāḷ... 3

Gangāne charaṇe nīvās daī, ashve thayā asvār;

Mandirmā santne jamāḍiyā, ghebar motaiyā apār... 4

Bhumikā Bharatkhanḍnī, temā uttām ā shaher;

Dās Gopāḷ kahe Swāmī, faryā chhe gherogher... 5

loading