કીર્તન મુક્તાવલી

એક જ અરમાન છે મને

૨-૨૫૮: અજાણ્ય

Category: અન્ય ગુજરાતી પદો

એક જ અરમાન છે મને

 મારું જીવન સુગંધી બને... ꠶ટેક

ફૂલડાં બનું કે ભલે ધૂપસળી થાઉં

આશા છે પૂજાની સામગ્રી થાઉં

 ભલે કાયા આ રાખ થઈ શમે... ꠶ ૧

તડકા છાયા કે વાય વર્ષાના વાયરા

તોયે કુસુમો કદી ન કરમાયા

 ઘાવ ખીલતાં ખીલતાંય ખમે... ꠶ ૨

જગની ખારાશ બધી ઉરમાં સમાવે

તોયે સાગર મીઠી વર્ષા વરસાવે

 સદા ભરતી ને ઓટમાં રમે... ꠶ ૩

વાતાવરણમાં સુગંધ ન સમાતી

જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી

 પ્રભુ કાજે ઘસાવું ગમે... ꠶ ૪

ગૌરવ મહાન છે પ્રભુ કાર્ય કેરું

ના જગમાં કાર્ય કોઈ એથી અદકેરું

 માર્ગ તેથી પ્રભુનો ગમે... ꠶ ૫

Ek ja armān chhe mane

2-258: unknown

Category: Anya Gujarati Pad

Ek ja armān chhe mane

 Māru jīvan sugandhī bane...

Fūlḍā banu ke bhale dhupsaḷī thāu,

Āshā chhe pūjānī sāmagrī thāu,

 Bhale kāyā ā rākh thaī shame... 1

Taḍkā chhāyā ke vāy varshānā vāyarā,

Toye kusum kadī na karmāyā,

 Ghāv khīltā khīltāy khame... 2

Jagnī khārāsh badhī urmā samāve,

Toye sāgar mīṭhī varshā varsāve,

 Sadā bhartī ne oṭma rame... 3

Vātāvaraṇmā sugandh na samātī,

Jem jem sukhaḍ orasiye ghasātī,

 Prabhu kāje ghasāvu game... 4

Gaurav mahān chhe Prabhu kārya keru,

Nā jagmā kārya koī ethī adkeru,

 Mārg tethī Prabhuno game... 5

loading