કીર્તન મુક્તાવલી
જોઈ મૂરતિ મનોહર તારી
૧-૨૬૦: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૧
જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં... ꠶ટેક
મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી... માવા રે꠶ ૧
હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાંની ધારી... માવા રે꠶ ૨
અતિ રે શોભે છે છાતી ઊપડતી, ચાલ જગતથી ન્યારી... માવા રે꠶ ૩
બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું વારી... માવા રે꠶ ૪
Joī mūrati manohar tārī
1-260: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Pad - 1
Joī mūrti manohar tārī,
Māvā re mārā neṇā lobhāṇā...
Moḷīḍā upar naval kalangī,
Shobhe chhe ati sārī... māvā re 1
Het karīne haiḍānī upar,
Māḷā motīḍānī dhārī... māvā re 2
Ati re shobhe chhe chhātī upaḍtī,
Chāl jagatthī nyārī... māvā re 3
Brahmānand kahe ā chhabī upar,
Sarvasva nākhu vārī... māvā re 4