કીર્તન મુક્તાવલી
તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે
૧-૨૬૪: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૧
તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે;
કાંઈ નવલ કસુંબી પાઘ રંગના રેલા રે... ꠶ટેક
શિર અજબ કલંગી શોભતી, અલબેલા꠶
હૈડામાં રાખ્યા લાલ... રંગના꠶ ૧
મોળીડું છાયું મોતીએ, અલબેલા꠶
ફૂલડાંની સુંદર ફોર... રંગના꠶ ૨
ઘેરે રંગે ગુચ્છ ગુલાબના, અલબેલા꠶
જોઈ ભ્રમર ભમે તે ઠોર... રંગના꠶ ૩
તારી પાઘલડીના પેચમાં, અલબેલા꠶
મારું ચિત્તડું થયું ચકચૂર... રંગના꠶ ૪
બ્રહ્માનંદ કહે તારી મૂરતિ, અલબેલા꠶
વણદીઠે ઘેલીતૂર... રંગના꠶ ૫
Tāro chaṭak rangīlo chheḍlo albelā re
1-264: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Pad - 1
Tāro chaṭak rangīlo chheḍlo albelā re;
Kāī naval kasumbī pāgh rangnā relā re...
Shir ajab kalangī shobhtī, albelā re
Haiḍāmā rākhyā lāl... rang 1
Moḷīḍu chhāyu motīe, albelā re
Fūlḍānī sundar for... rang 2
Ghere range guchchh gulābnā, albelā re
Joī bhramar bhame te ṭhor... rang 3
Tārī pāghalḍīnā pechmā, albelā re
Māru chittḍu thayu chakchur... rang 4
Brahmānand kahe tārī mūrti, albelā re
Vaṇdīṭhe ghelītūr... rang 5