કીર્તન મુક્તાવલી
જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન
૨-૨૬૮: ગોવિંદદાસ
Category: અન્ય ગુજરાતી પદો
જેના ઘરમાં ભક્તિ ને જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન,
જ્યાં છે સંતતણા સન્માન, એ ઘર આવે છે ભગવાન... ꠶ટેક
ઘરના સૌ સંપીને રહેતાં, એકબીજાને દોષ ન દેતાં,
નાનાં મોટાં સૌએ સમાન, એ ઘર આવે છે ભગવાન... ꠶ ૧
એકબીજાનું હિત વિચારી, મીઠી વાણીને ઉચ્ચારી,
રાખી સ્વધર્મ કેરું ભાન, એ ઘર આવે છે ભગવાન... ꠶ ૨
માત-પિતાના એ સંસ્કારો, ઉતરે બાળકમાં આચારો,
વિકસે કુટુંબનું ઉદ્યાન, એ ઘર આવે છે ભગવાન... ꠶ ૩
એની સુવાસ વિશ્વે વ્યાપે, દેવો આવી થાણું થાપે,
‘ગોવિંદ’ એ ઘર સ્વર્ગ સમાન, એ ઘર આવે છે ભગવાન... ꠶ ૪
Jenā gharmā bhakti ne gnān
2-268: Govinddas
Category: Anya Gujarati Pad
Jenā gharmā bhakti ne gnān, te ghar āve chhe Bhagwān,
Jyā chhe santtaṇā sanmān, e ghar āve chhe Bhagwān... °ṭek
Gharnā sau sampīne rahetā, ekbījāne doṣh na detā,
Nānā moṭā saue samān, e ghar āve chhe Bhagwān... ° 1
Ekbījānu hit vichārī, mīṭhī vāṇīne uchchārī,
Rākhī swadharma keru bhān, e ghar āve chhe Bhagwān... ° 2
Māt-pitānā e sanskāro, utare bāḷakmā āchāro,
Vikase kuṭumbnu udyān, e ghar āve chhe Bhagwān... ° 3
Enī suvās vishve vyāpe, devo āvī thāṇu thāpe,
‘Govind’ e ghar swarg samān, e ghar āve chhe Bhagwān... ° 4