કીર્તન મુક્તાવલી
લગાડી તેં પ્રીતિ લાલ રે
૧-૨૮૨: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૧
લગાડી તેં પ્રીતિ લાલ રે, પ્રીતલડી તો લગાડી... ꠶ટેક
પ્રીતમ માર્યાં પ્રેમનાં, તમે તીખાં તીખાં બાણ;
જોતાં તમને જાદવા, થયા પરવશ મારા પ્રાણ રે... પ્રીતલડી꠶ ૧
વા’લી ભ્રૂકુટી વાંકડી, વહાલાં લાગે છે સુંદર વેણ;
નટવર તમને નીરખવા, મારાં નાંખે છે ઝડપું નેણ રે... પ્રીતલડી꠶ ૨
હાર હજારી પહેરિયો, નેણુંનો નજારો જોર;
બ્રહ્માનંદ હૈડે વસ્યા, કોડીલો ધર્મકિશોર રે... પ્રીતલડી꠶ ૩
Lagāḍī te prīti lāl re
1-282: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Pad - 1
Lagāḍī te prīti Lāl re, prītalḍī to lagāḍī...
Prītam māryā premnā, tame tīkhā tīkhā bāṇ;
Jotā tamne Jādvā, thayā parvash mārā prāṇ re..Prī 1
Vā’lī bhrukuṭi vānkdi, vahālā lāge chhe sundar veṇ;
Naṭvar tamne nīrakhvā, mārā nākhe chhe jhaḍpu neṇ re..Prī 2
Hār hajārī paherīyo, neṇuno najāro jor;
Brahmānand haiḍe vasyā, koḍīlo Dharmakishore re..Prī 3