કીર્તન મુક્તાવલી
ઓરા આવો મારા લે’રખડા લહેરી
૧-૨૮૬: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૧
ઓરા આવો મારા લે’રખડા લહેરી,
કીધો તમ સારુ મેં જગ વેરી... ઓરા ꠶ટેક
કાજુ નૌતમ જામા જરકસિયા,
શોભે પાઘલડી શિર સોનેરી... ઓરા꠶ ૧
નંગ જડિયલ બાજૂ બેરખડા,
કર પોંચી હેમકડાં પહેરી... ઓરા꠶ ૨
તમે રસિયા રંગડાના ભરિયા,
મુખે મોરલડી વાતા ઘેરી... ઓરા꠶ ૩
બ્રહ્માનંદના છેલા છોગાળા,
ચોલો ચાલ મલપતા ગજ કેરી... ઓરા꠶ ૪
Orā āvo mārā le’rakhḍā laherī
1-286: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Pad - 1
Orā āvo mārā le’rakhḍā laherī,
Kīdho tam sāru me jag verī...
Kāju nautam jāmā jarkasiyā,
Shobhe pāghalaḍī shir sonerī... orā 1
Nang jaḍiyal bājū berakhḍā,
Kar pochī hemkaḍā paherī... orā 2
Tame rasiyā rangḍānā bharīyā,
Mukhe moralḍī vātā gherī... orā 3
Brahmānandnā chhelā chhogāḷā,
Chālo chāl malaptā gaj kerī... orā 4