કીર્તન મુક્તાવલી

આંખલડી શરદસરોજ રસીલા લાલની

૧-૩૦૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૩

આંખલડી શરદસરોજ, રસીલા લાલની;

દેખી મનડું પામે મોહ, તિલક છબી ભાલની...૧

નાસા સુંદર દીપ સમાન, અધિક શોભી રહી;

મુખ નીરખીને શશિયર જ્યોત, ગગન ઝાંખી થઈ... ૨

લીધી લટકાળે નંદલાલ, કે હાથ કબાંણને;

એની ચટક રંગીલી ચાલ, હરે મન પ્રાણને... ૩

કાજુ મોતીડે જડિત કટાર, કમર કસી લીધલો;

નીરખી બ્રહ્માનંદ કહે, જન્મ સુફળ મારો કીધલો... ૪

Ānkhalḍī sharad-saroj rasīlā Lālnī

1-300: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 3

Ānkhalḍī sharad-saroj, rasīlā Lālnī;

 Dekhī manḍu pāme moh, tilak chhabī bhālnī. 1

Nāsā sundar dīp samān, adhīk shobhī rahī;

 Mukh nīrakhīne shashīyar jyot, gagan jhānkhī thaī. 2

Līdhī laṭkāḷe Nandlāl, ke hāth kabāṇne;

 Enī chaṭak rangīlī chāl, hare man prāṇne. 3

Kāju motīḍe jaḍit kaṭār, kamar kasī līdhlo;

 Nīrakhī Brahmānand kahe, janma sufaḷ māro kīdhlo. 4

loading