કીર્તન મુક્તાવલી

આ સૂરજ પૂછે છે એ ચાંદો પૂછે છે

૨-૩૦૧૭: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આ સૂરજ પૂછે છે, એ ચાંદો પૂછે છે,

પ્રમુખસ્વામી શું છે, પ્રમુખસ્વામી શું છે...

આ સૂરજ પૂછે છે, એ ચાંદો પૂછે છે,

ગગનમાં ચમકતો, સિતારો પૂછે છે,

તેજલ સૂરજના, શીતળ ચાંદાના,

ટમટમતા તારાના, કિરણો પૂછે છે,

  પ્રમુખસ્વામી શું છે...

આ સૂરજ ચાંદો સિતારો પૂછે છે,

તારો પૂછે છે, સિતારો પૂછે છે,

સૂરજ પૂછે છે, ચાંદો પૂછે છે,

પ્રમુખસ્વામી શું છે, પ્રમુખસ્વામી શું છે...

ધરા પર ગગન પર, ને નભ વાદળો પર,

ગુન ગુન આ ગુંજે, સમય એકતારો,

લાખોના હૈયાની હોળી શમાવે,

શાંતિના દાતા પ્રમુખસ્વામી એ છે. ૧

આ વૃક્ષો ઝૂમે છે, આ ફૂલડા હસે છે,

ખળ ખળ આ વહેતા ઝરણા કહે છે,

પરસુખ કાજે જીવતર ઘસે છે,

પર ઉપકારી પ્રમુખસ્વામી એ છે. ૨

આ સનસનતા વાયુ, સમી જિંદગાની,

કહે આ કહાની, અમારી યુવાની,

આ પગલે પગલે દીવા પ્રગટાવીને,

આપે શ્રીજીને, પ્રમુખસ્વામી એ છે. ૩

આ સૂરજ કહે છે, એ ચાંદો કહે છે,

ગગનમાં ચમકતો, સિતારો કહે છે,

તેજલ સૂરજના, શીતળ ચાંદાના,

ટમટમતા તારાના, કિરણો કહે છે,

આ સૂરજ ચાંદો સિતારો કહે છે,

તારો કહે છે, સિતારો કહે છે,

સૂરજ કહે છે, ચાંદો કહે છે.

શાંતિના દાતા, પ્રમુખસ્વામી,

પર ઉપકારી, પ્રમુખસ્વામી,

કરુણા સાગર, પ્રમુખસ્વામી,

ધર્મના ધારક, પ્રમુખસ્વામી,

ભક્તિના ધારક, પ્રમુખસ્વામી,

શ્રીજીના ધારક, પ્રમુખસ્વામી,

આપે શ્રીજીને, પ્રમુખસ્વામી,

મોક્ષના દાતા, પ્રમુખસ્વામી,

જય હો તમારો, પ્રમુખસ્વામી,

લાખો વંદન, પ્રમુખસ્વામી.

Ā sūraj pūchhe chhe e chāndo pūchhe chhe

2-3017: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Ā sūraj pūchhe chhe, e chāndo pūchhe chhe,

Pramukh Swāmī shu chhe,

Pramukh Swāmī shu chhe...

Ā sūraj pūchhe chhe, e chāndo pūchhe chhe,

Gaganmā chamakto, sitāro pūchhe chhe,

Tejal sūrajnā, shītaḷ chāndānā,

Ṭamṭamtā tārānā, kiraṇo pūchhe chhe,

Pramukh Swāmī shu chhe,

Pramukh Swāmī shu chhe...

Ā sūraj chāndo sitāro pūchhe chhe,

Tāro pūchhe chhe, sitāro pūchhe chhe,

Sūraj pūchhe chhe, chāndo pūchhe chhe,

Pramukh Swāmī shu chhe,

Pramukh Swāmī shu chhe...

Dharā par gagan par, ne nabh vādaḷo par,

Gun gun ā gunje, samay ektāro,

Lākhonā haiyānī hoḷī shamāve,

Shāntinā dātā, Pramukh Swāmī e chhe. 1

Ā vruksho jhūme chhe, ā fūlḍā hase chhe,

Khaḷ khaḷ ā vahetā jharṇā kahe chhe,

Parsukh kāje jīvtar ghase chhe,

Par upkārī Pramukh Swāmī e chhe. 2

Ā sansantā vayu, samī jindgānī,

Kahe ā kahānī, amārī yuvānī,

Ā pagle pagle dīvā pragṭāvīne,

Āpe Shrījīne, Pramukh Swāmī e chhe. 3

Ā sūraj kahe chhe, e chāndo kahe chhe,

Gaganmā chamakto, sitāro kahe chhe,

Tejal sūrajnā, shītaḷ chāndānā,

Ṭamṭamtā tārānā, kiraṇo kahe chhe.

Ā sūraj chāndo sitāro kahe chhe,

Tāro kahe chhe, sitāro kahe chhe,

Sūraj kahe chhe, chāndo kahe chhe.

Shāntinā dātā, Pramukh Swāmī,

Par upkārī, Pramukh Swāmī,

Karuṇā sāgar, Pramukh Swāmī,

Dharmanā dhārak, Pramukh Swāmī,

Bhaktinā dhārak, Pramukh Swāmī,

Shrījīnā dhārak, Pramukh Swāmī,

Āpe Shrījīne, Pramukh Swāmī,

Mokshanā dātā, Pramukh Swāmī,

Jay ho tamāro, Pramukh Swāmī,

Lākho vandan, Pramukh Swāmī.

loading