કીર્તન મુક્તાવલી

કથા કહું એક યુગપુરુષની સંત પરમ હિતકારીની

૨-૩૦૪૩: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)

કથા કહું એક યુગપુરુષની, સંત પરમ હિતકારીની

સાંભળજો ગાથા નરનારી, સહુ જનના સુખકારીની,

પર ઉપકારી સેવાધારી, ડોલાવે દુનિયા સારી,

વાત અલૌકિક દિવ્ય પુરુષની, સંત પરમ હિતકારીની,

  .... સંત પરમ હિતકારીની... ૧

જન્મજાત છે બ્રહ્મ અનાદિ, પણ તેને વિસરાવીને,

ગુરુભક્તિમાં એવા રાચે, દેહનું ભાણ ભુલાવીને,

એક વાર જાણ્યું કે જ્યારે, કસર શરીરે સ્વામીને,

મુજથી કથા સુણે તો બેઠા, થાય રોગને ત્યાગીને,

  .... સંત પરમ હિતકારીની... ૨

અટલાદરાથી નિકળ્યા સ્વામી, જાવાને સારંગપુર,

પણ સ્ટેશન પર તે જ રાત્રે, ભીડ હતી ભરપુર,

જગા જરાયે ના મળે ને, ટ્રેનની વ્હિસલ થઈ,

પગથારે લટકી ગયા, સળીયો પકડી લઈ,

ઝડી વરસતી, ટ્રેન ધસતી વાયુડો વીંઝાય,

વાદળ ગરજે, વીઝળી ચમકે, તોયે ના મુંઝાય,

બોટાદ ઉતરી, કાદવ ખૂંદી ચાલવા લાગ્યા,

નદી નાળા, વિઘ્નો સઘળા, પાર કરી આવ્યા,

રાજી કરિયા કથા સુણાવી, હદ વાળી ગુરુભક્તિની,

પ્રસંગ આ કહી જાય એમની, ફના થવાની શક્તિની,

  .... સંત પરમ હિતકારીની... ૩

પ્રમુખસ્વામીની જન્મજયંતિ, અડતાલીસમી આવી,

મુંબઈમાં ઉત્સવ ઉજવાયો, મોટી સભા ભરાઈ,

પ્રમુખસ્વામીના સ્વરૂપ અંગે અગમ વાણી ઉચ્ચારી,

યોગીજી મહારાજે આવી, વાત કરી અણધારી,

  .... સંત પરમ હિતકારીની... ૪

મોમ્બાસાની પારાયણમાં, વાત બની એક ન્યારી,

ભક્ત રવિ પંડ્યાના મનમાં દ્વિધા હતી એક ભારી,

યોગીજી મહારાજ ગયા, હવે કોણ ઉગારે માયાથી,

પણ દીઠા બે એકબીજામાં, અરતી જ્યારે ઉતારી,

  .... સંત પરમ હિતકારીની... ૫

નિર્માની આ સંત હંમેશા, હરિને આગળ રાખે,

પોપ, મોઈ, ઝૈલસિંઘ સહુને, હરિકૃષ્ણ ઓળખાવે,

જ્યાં જાયે ત્યાં સાથે રાખી, હરિનો મહિમા ગાવે,

માન મળે સન્માન મળે, પ્રથમ હરિને પધરાવે,

  .... સંત પરમ હિતકારીની... ૬

શાસ્ત્રીજી મહારાજે જ્યારે, પ્રમુખ પદવી દીધી,

ચાદર ઓઢીડી ત્યારે, જે ભિસ્મ પ્રતિજ્ઞા લીધી,

આંબલીવાળી પોળ તણો આ દિવસ કદી ભુલાય નહીં,

હરિભક્તોના એંઠા વાસણ, ઊટક્યાતા વિસરાય નહીં,

  .... સંત પરમ હિતકારીની... ૭

સેવા કરવામાં સ્વામીએ કોઈ કસર ના રાખી,

સેવાને ભક્તિ સમજીને, કરી ઘણી મહિમાથી,

નાનામાં નાની સેવામાં, જાત ઘસી દીધી એને,

ચૂનો પીસવાની સેવા પણ, ઉમંગથી કીધી એને,

  .... સંત પરમ હિતકારીની... ૮

મૂર્તિ પ્રતિષ્ઠાનો શુભ અવસર, ભાદરા ગામે આવ્યો,

યોગીજી મહારાજ કહે કે મણા કશી ના રાખો,

પણ પાણીની હતી સમસ્યા, અતિ વિકટ ઘણી ત્યારે,

પ્રમુખ સ્વામીએ કમર કસીને, જાણો શું કીધું ત્યારે,

  .... સંત પરમ હિતકારીની... ૯

પદરજ પાવનકારી જેની, ધરતી હરખે શિર ધરે,

ચરણકમલ બે વિચરણ કરતા, ભક્તોના સંતાપ હરે,

કેવા છે આ સંત અનેરા, ગામોગામ વિચરનારા,

ઘર, ખેતર, વાડી, ફળિયું ને ગમાણમાં પણ ફરનારા,

  .... સંત પરમ હિતકારીની... ૧૦

વાસદમાં ઉપવાસને દિને, પધરામણી ચલાવી,

વીસ બાવીસની વાત હતી ને, થઈ ગઈ એકસો બાવીસ,

અન્નજળ આરામ નહીં, ને તાવ શરીરે એકસો બે,

ગયા રાત્રે સિંદલપુરા, બીજા ગામ ફરીને બે,

  .... સંત પરમ હિતકારીની... ૧૧

બાળસખાના બાગમાં સ્વામી, ગુલાબ થઈને ખીલે,

કાલીઘેલી ભાષાના જય સ્વામિનારાયણ ઝીલે,

કોઈને સમજાય નહીં, એ બંનેમાં શું વાત થઈ,

પણ કેવા તૈયાર થાય, એ બાળસખા તે જુઓ અહીં,

  .... સંત પરમ હિતકારીની... ૧૨

સત્સંગની સેવા કરવામાં દેહ સદા અવગણતા,

હદ વાળી દે તેવી ઘટના બની હતી બોસ્ટનમાં,

અમેરિકાના વિચરણ વખતે મોજડી પહેરી રહ્યા હતા,

જમનો પગ ડાબીમાં, ડાબો જમનીમાં એ નાંખી રહ્યા,

  .... સંત પરમ હિતકારીની... ૧૩

અગણિત એના ઉપકારો આ સમાજ પર છે ચડીયા,

કાંઈક રીશુભા જેવા માથા ભારે પણ સુધરિયા,

કાંઈક કુટુંબોને તાર્યા ને કાંઈક ને વાર્યા વડીલ થઈ,

વેર ભુલાવ્યા બે પંથકના જુઓ આ કેવા દોડી જઈ,

  .... સંત પરમ હિતકારીની... ૧૪

સર્વ જીવોના હિતકારી, આ સંત દયાળુ કેવા,

પશુ પંખી કે વૃક્ષો ઉપર, અમૃત ઢોળે એવા,

નાના મોટા કાળા ગોરા, સહુને પ્રેમના કરનારા,

દીન હીન દુખિયાના દુઃખો, હેત કરીને હરનારા,

  .... સંત પરમ હિતકારીની.. ૧૫

આવા સંતને કાજે ભક્તો, તન મન ધન પણ ત્યાગે,

નવાઈ શી છે એની સેવા, દીન થઈને માંગે,

તક મળતા સેવાની એવી, કેમ એ ઘેલા થાય નહીં,

આવ્યો અમૃત ઉત્સવ ત્યારે, હૈયે હરખ સમાય નહીં,

  .... સંત પરમ હિતકારીની... ૧૬

લાખો જીવના કલ્યાણ કાજે, ઉત્સવ મોટા કરીયા,

પ્રમુખસ્વામીએ દેશ વિદેશે ભક્તિ ભાવે ભરિયા,

સેવા ને સંસ્કાર સભર ને કળા ઘણેરી છલકાતા,

ઉચ્ચ જીવનના પાઠ શીખે સૌ નિહાળનારા મલકાતા,

  .... સંત પરમ હિતકારીની... ૧૭

ઉપાસના કરવાને માટે મંદિર મોટા કીધા,

અક્ષર પુરુષોત્તમના ડંકા જગમાં ગજવી દીધા,

વિશ્વતણા કલ્યાણને કાજે કાંઈક નવા નિર્માણ કરી,

અવની પર આપણને એણે ‘અક્ષરધામ’ની ભેટ ધરી,

  .... સંત પરમ હિતકારીની... ૧૮

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ જેનામાં સંપૂર્ણ રહ્યા,

ભાગવતમાં એવા સંતને સુણો મોક્ષનું દ્વાર કહ્યા,

પ્રમુખસ્વામી છે એવા આજે, મોક્ષતણા દાતાર ખરા,

કરી વંદના કરી પ્રાર્થના ચાલો થઈએ ભક્ત ખરા,

  .... સંત પરમ હિતકારીની... ૧૯

કથા કહું એક યુગપુરુષની, સંત પરમ હિતકારીની,

સાંભળજો ગાથા નરનારી, સહુ જનના સુખકારીની,

  .... સંત પરમ હિતકારીની

Kathā kahu ek yugpurushnī sant param hitkārīnī

2-3043: unknown

Category: Pramukh Swami Maharajna Pad

(‘Sant Param Hitkari’ Kirtans)

Kathā kahu ek yugpurushnī, sant param hitkārīnī,

Sāmbhaḷjo gāthā narnārī, sahu jannā sukhkārīnī,

Par upkārī sevādhārī, ḍolāve duniyā sārī,

Vāt alaukik divya purushnī, sant param hitkārīnī

  ... sant param hitkārīnī 1

Janmajāt chhe Brahma anādi, paṇ tene visrāvīne,

Gurubhaktimā evā rāche, dehnu bhān bhulāvīne,

Ekvār jaṇyu ke jyāre, kasar sharire Swāmīne,

Mujthī kathā suṇe to beṭhā, thāy rogne tyāgīne

  ... sant param hitkārīnī 2

Aṭlādrāthī nīkaḷyā Swāmī, jāvāne Sārangpur,

Paṇ station par te ja rātre, bhīḍ hatī bharpur,

Jagā jarāye nā maḷe, ne trainnī whistle thaī,

Pagthāre laṭkī gayā, saḷiyo pakḍī laī,

Jhaḍī varastī, train dhastī vāyuḍo vīnjhāy,

Vādaḷ garje, vījḷī chamke, toye nā munjhāy,

Boṭad utrī, kādav khundī chālvā lāgyā,

Nadī nāḷā, vighno saghḷā, pār karī āvyā,

Rājī kariyā kathā suṇāvī, had vāḷī gurubhaktinī,

Prasang ā kahī jāy emnī, fanā thavānī shaktinī

  ... sant param hitkārīnī 3

Pramukh Swāmīnī janmjayanti, aḍtālīsmī āvī,

Mumbaīmā utsav ujvāyo, moṭī sabhā bharāī,

Pramukh Swāmīnā swarūp ange agam vāṇī uchchārī,

Yogījī Mahārāje āvī, vāt karī aṇdhārī

  ... sant param hitkārīnī 4

Mombāsānī pārāyaṇmā, vāt banī ek nyārī,

Bhakta Ravi Panḍyānā manmā dviḍhā hatī ek bhārī,

Yogījī Mahārāj gayā, have koṇ ugāre māyāthī,

Paṇ dīṭhā be ekbījāmā, ārti jyāre utārī

  ... sant param hitkārīnī 5

Nirmānī ā sant hameshā, Harine āgaḷ rākhe,

Pope, Moi, Zailsingh sahune, Harikrishṇa oḷkhāve,

Jyā jāye tyā sāthe rākhī, Harino mahimā gāve,

Mān maḷe sanmān maḷe, pratham Harine padhrāve

  ... sant param hitkārīnī 6

Shāstrījī Mahārāje jyāre, Pramukh padvī dīdhī,

Chādar oḍhāḍī tyāre, je Bhishma pratignyā līdhī,

Āmbalīvāḷī poḷ taṇo ā divas kadī bhulāy nahī,

Haribhaktonā enṭhā vāsaṇ uṭkyātā visrāy nahī

  ... sant param hitkārīnī 7

Sevā karvāmā Swāmīe koī kasar nā rākhī,

Sevāne bhakti samjīne, karī ghaṇī mahimāthī,

Nānāmā nānī sevāmā, jāt ghasī dīdhī eṇe,

Chuno pīsvānī sevā paṇ, umangthī kīdhī eṇe

  ... sant param hitkārīnī 8

Mūrti pratishṭhāno shubh avsar, Bhādrā gāme āvyo,

Yogījī Mahārāj kahe ke maṇā kashī nā rākho,

Paṇ pāṇīnī hatī samsyā, ati vikaṭ ghaṇī tyāre,

Pramukh Swāmīe kamar kasīne, jāṇo shu kīdhu tyāre

... sant param hitkārīnī 9

Padraj pāvankārī jenī, dhartī harkhe shirdhare,

Charaṇkamal be vicharaṇ kartā, bhaktonā santāp hare,

Kevā chhe ā sant anerā, gāmogām vicharnārā,

Ghar, khetar, vāḍī, faḷiyu ne gamāṇmā paṇ farnārā

  ... sant param hitkārīnī 10

Vāsadmā upvāsne dine, padhrāmaṇī chalāvī,

Vīs bāvīsnī vāt hatī ne, thaī gaī ekso bāvīs,

Annajaḷ ārām nahī, ne tāv sharire ekso be,

Gayā rātre Sindalpurā, bījā gām farīne be

  ... sant param hitkārīnī 11

Bāḷsakhānā bāgmā Swāmī, gulāb thaīne khīle,

Kālīghelī bhāshānā Jay Swāminārāyaṇ jhīle,

Koīne samjāy nahī, e bannemā shu vāt thaī,

Paṇ kevā taiyār thāy, e bāḷsakhā te juo ahī

  ... sant param hitkārīnī 12

Satsangnī sevā karvāmā deh sadā avgaṇtā,

Had vāḷī de tevī ghaṭnā banī hatī Bostonmā,

Americanā vicharaṇ vakhate mojḍī paherī rahyā hatā,

Jamṇo pag ḍābīmā, ḍābo jamṇīmā e nākhī rahyā

  ... sant param hitkārīnī 13

Agaṇit enā upkāro ā samāj par chhe chaḍiyā,

Kaik Rīshubhā jevā māthā bhāre paṇ sudhariyā,

Kaik kuṭumbone tāryā ne kaik ne vāryā vaḍīl thaī,

Ver bhulāvyā be panthaknā juo ā kevā doḍī jaī

  ... sant param hitkārīnī 14

Sarva jīvonā hitkārī; ā sant dayāḷu kevā,

Pashu pankhī ke vruksho upar, amrat ḍhoḷe evā,

Nānā moṭā kāḷā gorā, sahune premnā karnārā,

Dīn hīn dukhiyānā dukho, het karīne harnārā

  ... sant param hitkārīnī 15

Āvā santne kāje bhakto tan man dhan paṇ tyāge,

Navāī shī chhe enī sevā, dīn thaīne māge,

Tak maḷtā sevānī evī, kem e ghelā thāy nahī,

Āvyo amrut utsav tyāre haiye harakh samāy nahī

  ... sant param hitkārīnī 16

Lākho jīvanā kalyāṇ kāje utsav moṭā kariyā,

Pramukh Swāmīe desh videshe bhakti bhāve bhariyā,

Sevā ne sanskār sabhar ne kalā ghaṇerī chhalkātā,

Uchch jīvannā pāṭh shīkhe sau nihāḷnārā malkātā

  ... sant param hitkārīnī 17

Upāsanā karvāne māṭe mandir moṭā kīdhā,

Akshar Purushottamnā ḍankā jagmā gajvī dīdhā,

Vishvataṇā kalyāṇne kāje kaik navā nirmāṇ karī,

Avni par āpaṇne eṇe ‘Akshardhām’nī bheṭ dharī

  ... sant param hitkārīnī 18

Dharma gnān vairāgya ne bhakti jenāmā sampūrṇa rahyā,

Bhāgvatmā evā santne suṇo mokshnu dvār kahyā,

Pramukh Swāmī chhe evā āje, mokshtaṇā dātār kharā,

Karī vandanā karī prarthanā chalo thaīe bhakta khara

  ... sant param hitkārīnī 19

Kathā kahu ek yugpurushnī, sant param hitkārīnī,

Sāmbhaḷjo gāthā narnārī, sahu jannā sukhkārīnī

  ... sant param hitkārīnī

loading