કીર્તન મુક્તાવલી

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું

૧-૩૧૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું, ધર્મકુંવરનું;

મોતીડે મોળિયું સુંદર મોતીડે મોળિયું, રસિક સુંદરનું... ૧

ભાલ વિશાળમાં સુંદર ભાલ વિશાળમાં, તિલક કેસરનું;

ભૃકુટી સુંદર જાણિયે ભૃકુટી સુંદર રે, ઘર મધુકરનું... ૨

કરણે કુંડળિયાં કાજુ કરણે કુંડળિયાં, જડિયલ મોતિયે;

ગોળ કપોળમાં ઝળકે ગોળ કપોળમાં, ઝળહળ જ્યોતિયે... ૩

નેણાં રંગીલા લાલ નેણાં રંગીલા લાલ, કમળની પાંખડી;

પ્રેમાનંદ નીરખી છબી પ્રેમાનંદ નીરખી રે, ઠરી છે આંખડી... ૪

Sonerī moḷiyu sundar sonerī moḷiyu

1-310: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 1

Sonerī moḷiyu sundar sonerī moḷiyu,

  Dharmakuvarnu;

Motīḍe moḷiyu sundar motīḍe moḷiyu,

  Rasik sundarnu... 1

Bhāl vishāḷmā sundar bhāl vishāḷmā,

  Tilak kesarnu;

Bhrūkuṭī sundar jāṇīye bhrukuṭi sundar re,

  Ghar madhukarnu... 2

Karaṇe kunḍaḷīyā kāju karaṇe kunḍaḷīyā,

  Jaḍiyal motiye;

Goḷ kapoḷmā jhaḷke goḷ kapoḷmā,

  Jhaḷhaḷ jyotiye... 3

Neṇā rangīlā Lāl neṇā rangīlā Lāl,

  Kamaḷnī pānkhḍī;

Premānand nīrakhī chhabī,

Premānand nīrakhī re,

  ṭharī chhe ānkhḍī... 4

loading