કીર્તન મુક્તાવલી

પધારોને સહજાનંદજી હો

૧-૩૨: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

પધારોને સહજાનંદજી હો, ગુના’ કરીને માફ ꠶ટેક

પ્રણામ છે ધર્મતાતને રે, ભક્તિમાતાને પ્રણામ;

પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને, ઇચ્છારામને પ્રણામ હો... ગુન્હા꠶ ૧

પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળમરજાદ;

માત પિતા મૂક્યાં છે સ્વામી, એક તમારે કાજ હો... ગુન્હા꠶ ૨

ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારુ મહારાજ;

એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારાં કાજ હો... ગુન્હા꠶ ૩

અમ જેવા તમને ઘણા, પણ તમો અમારે એક;

પ્રેમસખી વિનંતિ કરે છે, રાખો અમારી ટેક હો... ગુન્હા꠶ ૪

Padhārone Sahajānandjī ho

1-32: Sadguru Premanand Swami

Category: Prarthana

Padhārone Sahajānandjī ho,

 gunā’ karīne māf ṭek

Praṇām chhe Dharmatātne re,

 Bhaktimātāne praṇām;

Praṇām chhe Jyeṣhṭh Bhrātne,

 Ichchhārāmne praṇām ho... Gunhā 1

Pati melyā piyu tam kāraṇe,

 melī kuḷ-marajād;

Māt pitā mūkyā chhe Swāmī,

 ek tamāre kāj ho... Gunhā 2

Garuḍ tajīne pāḷā padhāryā,

 gaj sāru Mahārāj;

Evī rīte tame āvo dayāḷu,

 karavā amārā kāj ho... Gunhā 3

Am jevā tamane ghaṇā,

 paṇ tamo amāre ek;

Premsakhī vinanti kare chhe,

 rākho amārī ṭek ho... Gunhā 4

loading