કીર્તન મુક્તાવલી

હે કિરતાર મને આધાર તારો

૨-૩૨૫: અજાણ્ય

Category: અન્ય હિન્દી પદો

હે કિરતાર મને આધાર તારો, જોજે ના તૂટી જાય;

હે પ્રભુ તારો પ્રેમનો ખજાનો, જોજે ના ખૂટી જાય... ꠶ટેક

તારો આધાર મુને આ અવનીમાં, આપે પ્રકાશ જ્યોત રજનીમાં;

શ્રદ્ધાની બાંધી છે ગાંઠો મેં સ્નેહની, જોજે ના છૂટી જાય... હે ꠶ ૧

શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું, આ જીવન તુજને ચરણે ધરું છું;

પ્રેમની પ્યાલી જાઉં પીવા ત્યાં, જોજે ના ફૂટી જાય... હે ꠶ ૨

સૂરો સંગીતના સ્નેહથી ભરેલા, ગાઉં પ્રભુ ગીત તુજ પ્રીતનાં;

લાખના હીરાને હાથમાંથી કોઈ, જોજે ના લૂંટી જાય... હે ꠶ ૩

He kirtār mane ādhār tāro

2-325: unknown

Category: Anya Hindi Pad

He kirtār mane ādhār tāro,

 joje nā tūṭī jāy;

He Prabhu tāro premno khajāno,

 joje nā khuṭī jāy...

Tāro ādhār mune ā avnīmā,

 āpe prakāsh jyot rajnīmā;

Shraddhānī bāndhī chhe gānṭho me snehnī,

 joje nā chhuṭī jāy... he 1

Shakti pramāṇe bhakti karu chhu,

 ā jīvan tujne charaṇe dharu chhu;

Premnī pyālī jāu pīvā tyā,

 joje nā fūṭī jāy... he 2

Suro sangītnā snehthī bharelā,

 gāu Prabhu gīt tuj prītnā;

Lākhnā hīrāne hāthamāthī koī,

 joje nā lūṭī jāy... he 3

loading