કીર્તન મુક્તાવલી
સુંદર શ્રી ઘનશ્યામ રે મારે મો’લે પધારો
સુંદર શ્રી ઘનશ્યામ રે, મારે મો’લે પધોરો... ꠶ટેક
મો’લે પધારો મારો જનમ સુધારો, નટવર ધર્મકુમાર રે;
ભાવ સહિત ભેટી સુખસાગર, પ્રાણ તણા આધાર રે... મારે꠶ ૧
શિર પર પાઘ મનોહર ધારી, છોગલાં ત્રણ સુખદાય રે;
ખોસીને તોરા ફૂલના ગુલાબી, ફૂલછડી કરમાંય રે... મારે꠶ ૨
જરકસી જામો ને પહેરી પીતાંબર, રેશમી કરમાં રૂમાલ રે;
ઘુઘરિયાળી ચાખડી પહેરી, ચાલજો ગજગતિ ચાલ રે... મારે꠶ ૩
પાનબીડી મુખમાંહી મનોહર, હસતું વદન સુખધામ રે;
અજબ અલૌકિક શોભા ધરજો, ભક્તની પૂરવા હામ રે... મારે꠶ ૪
રસિક નટવર પ્રીતમ પ્યારા, ભક્તિધર્મસુત શ્યામ રે;
દાસ કહે પ્રભુ નીરખીને શોભા, થઈ જાઉં પૂરણ કામ રે... મારે꠶ ૫
Sundar Shrī Ghanshyām re māre mo’le padhāro
Sundar Shrī Ghanshyām re, māre mo’le padhāro...
Mo’le padhāro māro janam sudhāro,
Naṭvar Dharmakumār re;
Bhāv sahit bhetī sukhsāgar,
Prāṇ taṇā ādhār re... māre 1
Shir par pāgh manohar dhārī,
Chhoglā traṇ sukhḍāy re;
Khosine torā fūlnā gulābī,
Fūlchhadī karmāy re... māre 2
Jarkasī jāmo ne paherī pītāmbar,
Reshmī karmā rumāl re;
Ghughariyāḷī chākhḍī paherī,
Chāljo gajgati chāl re... māre 3
Pānbīdī mukhmāhī manohar,
Hastu vadan sukhdhām re;
Ajab alaukik shobhā dharjo,
Bhaktanī puravā hām re... māre 4
Rasik Naṭvar prītam pyārā,
Bhaktidharmasut Shyām re;
Dās kahe Prabhu nīrakhīne shobhā,
Thaī jāu pūraṇ kām re... māre 5