કીર્તન મુક્તાવલી
ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતાં મર્યો
૧-૩૮૪: સદ્ગુરુ દેવાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતાં મર્યો... ꠶ટેક
પેટને અરથે પાપ કરંતા દિલમાં ના ડર્યો;
પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો... ભજ્યો꠶ ૧
દુઃખ વેઠીને દામ કીધો, ખજાનો ભર્યો;
જમ જોરાવર લઈને ચાલ્યા, વાવરવા ન રહ્યો... ભજ્યો꠶ ૨
કુડની માળા કોટમાં પહેરી, કુડ ગુરુ કર્યો;
આહાર મૈથુન કરવા લાગ્યો કોઈ ના તર્યો... ભજ્યો꠶ ૩
સહજાનંદજી ઓળખ્યા વિના, અંતર ના ઠર્યો;
દેવાનંદ કહે દિલમાં વસ્યા, કારજ શું સર્યો... ભજ્યો꠶ ૪
Bhajyo nahī Bhagwān mūrakh jīvatā maryo
1-384: Sadguru Devanand Swami
Category: Updeshna Pad
Pad - 1
Bhajyo nahī Bhagwān mūrakh jīvatā maryo...
Peṭne arthe pāp karantā dilmā nā ḍaryo;
Puṇya karyānu pāḍoshīne tyā āḍo faryo... bhajyo 1
Dukh vethīne dām kīdho, khajāno bharyo;
Jam jorāvar laīne chālyā, vāvarvā na rahyo... bhajyo 2
Kūḍnī māḷā koṭmā paherī, kūḍ guru karyo;
Āhār maīthun karvā lāgyo koī nā taryo... bhajyo 3
Sahajānandjī oḷakhyā vinā, antar nā ṭharyo;
Devānand kahe dilmā vasyā, kāraj shu saryo... bhajyo 4