કીર્તન મુક્તાવલી
હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી
૧-૩૮૫: સદ્ગુરુ દેવાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી... ꠶ટેક
પ્રભુ ભજ્યાનું વેદ પુરાણે કહ્યું છે કથી;
અક્કલહીણા આળસી બેઠો પામર તું પથી... હરિ꠶ ૧
માતપિતા સુત નારી બાંધવ, નહીં તારા સાથી;
અંત સમે તો એકલા જાવું કાં મરે મથી... હરિ꠶ ૨
સ્વારથિયો સંસાર તેમાં રહ્યો લથબથી;
સંતપુરુષની સોબત વિના શી થાશે ગતિ... હરિ꠶ ૩
અક્કલવંતા રાજકરંતા મૂઆ મહારથી;
દેવાનંદ કહે આપણે જાવું કહ્યું ઠેઠથી... હરિ꠶ ૪
Hari vinā hitkārī bīju koī tāru nathī
1-385: Sadguru Devanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Hari vinā hitkārī bīju koī tāru nathī...
Prabhu bhajyānu Veda Purāṇe kahyu chhe kathī;
Akkalhiṇā āḷsī betho pāmar tu pathī... Hari 1
Mātpitā sut nārī bāndhav, nahī tārā sāthī;
Ant same to eklā jāvu kā mare mathī... Hari 2
Svārthiyo sansār temā rahyo lathbathī;
Santpurushnī sobat vinā shī thāshe gati... Hari 3
Akkalvantā rājkarantā mūā mahārathī;
Devānand kahe āpṇe jāvu kahyu ṭheṭhthī... Hari 4