કીર્તન મુક્તાવલી
માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી
૧-૩૮૬: સદ્ગુરુ દેવાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૩
માણસનો અવતાર મોંઘો, નહીં મળે ફરી... ꠶ટેક
માન મરડાઈ મોટપ મેલી, ભજી લો હરિ;
નહીં તો જાશો ચોરાશીમાં જનમ બહુ ધરી... માણસ꠶ ૧
દુઃખ તણો દરિયાવ મોટો નહીં શકો તરી;
શામળિયાને શરણે જાતાં જાશો ઊગરી... માણસ꠶ ૨
નિર્લજ્જ તું નવરો ન રહ્યો ઘરધંધો કરી;
માયા માયા કરતો મૂરખ ના બેઠો ઠરી... માણસ꠶ ૩
ચેતી લે ચિત્તમાં વિચારી ચાલજે ડરી;
દેવાનંદનો નાથ ભજો, પ્રેમમાં ભરી... માણસ꠶ ૪
Māṇasno avatār mongho nahī maḷe farī
1-386: Sadguru Devanand Swami
Category: Updeshna Pad
Pad - 3
Māṇasno avatār mongho, nahī maḷe farī...
Mān marḍāī moṭap melī, bhajī lo Hari;
Nahī to jāsho chorāshīmā janam bahu dharī... māṇas 1
Dukh taṇo dariyāv moto nahī shako tarī;
Shāmaḷiyāne sharaṇe jātā jāsho ūgarī... māṇas 2
Nirlajj tu navro na rahyo ghar-dhandho karī;
Māyā māyā karto mūrakh nā betho ṭharī... māṇas 3
Chetī le chittmā vichārī chālje ḍarī;
Devānandno Nāth bhajo, premmā bharī... māṇas 4