કીર્તન મુક્તાવલી

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે

૧-૩૮૮: સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૧

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધનમાલ;

 અંતકાળે સગું નહિ કોઈનું રે... ꠶ટેક

સંસ્કારે સંબંધી સર્વે મળ્યાં રે, એ છે જૂઠી માયા કેરી જાલ... અંતકાળે꠶ ૧

મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર... અંતકાળે꠶ ૨

સુખ સ્વપ્ના જેવું છે સંસારનું રે, તેને જાતાં ન લાગે વાર... અંતકાળે꠶ ૩

માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપ... અંતકાળે꠶ ૪

અતિ મોટાપુરુષને આશરે રે, બળે પૂર્વ જનમનાં પાપ... અંતકાળે꠶ ૫

એવું સમજીને ભજ ભગવાનને રે, સુખકારી સદા ઘનશ્યામ... અંતકાળે꠶ ૬

દેવાનંદનો વહાલો દુઃખ કાપશે રે, મનવાંછિત પૂરણ કામ... અંતકાળે꠶ ૭

Kar Prabhu sangāthe dradh prītḍī re

1-388: Sadguru Devanand Swami

Category: Updeshna Pad

Pad - 1

Kar Prabhu sangāthe dradh prītḍī re,

mari jāvu melīne dhanmāl;

 Antkāḷe sagu nahi koīnu re...

Sanskāre sambandhī sarve maḷyā re,

 e chhe jūṭhī māyā kerī jāl... ant 1

Māru māru karīne dhan meḷavyu re,

 temā tāru nathī talbhār... ant 2

Sukh svapnā jevu chhe sansārnu re,

 tene jātā na lāge vār... ant 3

Māṭe seve tu sāchā santne re,

 tārā ṭaḷshe trividhnā tāp... ant 4

Ati moṭāpurushne āshre re,

 baḷe pūrva janamnā pāp... ant 5

Evu samjīne bhaj Bhagwānne re,

 sukhkārī sadā Ghanshyām... ant 6

Devānandno vahālo dukh kāpshe re,

 manvānchhit pūraṇ kām... ant 7

loading