કીર્તન મુક્તાવલી

મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે

૧-૩૮૯: સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૨

મળ્યો મનુષ્ય દેહ ચિંતામણિ રે, તારા અંગમાં છે રોગ અસાધ્ય;

 નથી લેતો નારાયણ નામને રે... ꠶ટેક

માથે જન્મમરણ મોટું દુઃખ છે રે, તારા અંતરમાં હરિને આરાધ્ય... નથી꠶ ૧

ઘણું સૂઝે છે કામ સંસારનું રે, કરે સગાંનું નિત્ય સનમાન... નથી꠶ ૨

હેત કરતો નથી હરિદાસમાં રે, હૈયા ફૂટ્યા તું લૂણહરામ... નથી꠶ ૩

પરનારી સંગાથે કરી પ્રીતડી રે, તારો એળે ગયો અવતાર... નથી꠶ ૪

બહુનામીની બીક નથી રાખતો રે, ખરે ખાંતે મળીશ ખુવાર... નથી꠶ ૫

અતિ કઠણ વેળા છે અંતકાળની રે, પછી થાશે તને પસ્તાવ... નથી꠶ ૬

દેવાનંદની શિખામણ માનજે રે, તારા અંતરમાં કરીને ઉછાવ... નથી꠶ ૭

બહુ

તેમાં ખ્વાર

Maḷyo manushya deh chintāmaṇī re

1-389: Sadguru Devanand Swami

Category: Updeshna Pad

Pad - 2

Maḷyo manushya deh chintāmaṇī re,

tārā angmā chhe rog asādhya;

 Nathī leto Nārāyaṇ nāmne re...

Māthe janmamaraṇ moṭu dukh chhe re,

 tārā antarmā Harine ārādhya... nathī 1

Ghaṇu sūjhe chhe kām sansārnu re,

 kare sagānu nitya sanmān... nathī 2

Het karto nathī Haridāsmā re,

 haiyā fūṭyā tu lūṇharām... nathī 3

Parnārī sangāthe karī prītḍī re,

 tāro eḷe gayo avatār... nathī 4

Bahunāmīnī bik nathī rākhto re,

 khare khānte maḷīsh khuvār... nathī 5

Ati kathaṇ velā chhe antkāḷnī re,

 pachhī thāshe tane pastāv... nathī 6

Devānandnī shīkhāmaṇ mānje re,

 tārā antarmā karīne uchhāv... nathī 7

loading