કીર્તન મુક્તાવલી

તારા મનમાં જાણે જે મરવું નથી રે

૧-૩૯૦: સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

તારા મનમાં જાણે જે મરવું નથી રે, એવો નિશ્ચે કર્યો નિરધાર;

 તેમાં ભૂલી ગયો ભગવાનને રે... ꠶ટેક

ધન દોલત નારી ને ઘણા દિકરા રે, ખેતીવાડી ઘોડી ને ઘરબાર... તેમાં꠶ ૧

મેડી મંદિર ઝરૂખા ને માળિયા રે, સુખદાયક સોનેરી સેજ... તેમાં꠶ ૨

ગાદી-તકિયા ને ગાલમસુરિયાં રે, અતિ આડ કરે છે એ જ... તેમાં꠶ ૩

નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન... તેમાં꠶ ૪

મરમાળી મોહનજીની મૂરતિ રે, તેની સાથે ન લાગેલ તાન... તેમાં꠶ ૫

પાપ અનેક જનમનાં આવી મળ્યાં રે, તારી મતિ મલિન થઈ મંદ... તેમાં꠶ ૬

દેવાનંદના વહાલાને વિસરી ગયો રે, તારે ગળે પડ્યો જમફંદ... તેમાં꠶ ૭

Tārā manmā jāṇe je marvu nathī re

1-390: Sadguru Devanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Tārā manmā jāṇe je marvu nathī re,

evo nishche karyo nirdhār;

 temā bhūlī gayo bhagwānne re... °ṭek

Dhan dolat nārī ne ghaṇā dikarā re,

 khetīvāḍī ghoḍī ne gharbār... Temā° 1

Meḍī mandir zarūkhā ne māḷiyā re,

 sukhdāyak sonerī sej... Temā° 2

Gādī-takiyā ne gālmasuriyā re,

 ati āḍ kare chhe e ja... Temā° 3

Nīchu kāndh karīne namato nathī re,

 evu sādhu sangāthe abhimān... Temā° 4

Marmāḷī Mohanjīnī mūrati re,

 tenī sāthe na lāgel tān... Temā° 5

Pāp anek janamnā āvī maḷyā re,

 tārī mati malin thaī mand... Temā° 6

Devānandnā vahālāne visarī gayo re,

 tāre gaḷe paḍyo jamfand... Temā° 7

loading