કીર્તન મુક્તાવલી
તારે માથે નગારાં વાગે મોતનાં રે
૧-૩૯૧: સદ્ગુરુ દેવાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
તારે માથે નગારાં વાગે મોતનાં રે, નથી એક ઘડીનો નિરધાર;
તોય જાણ્યા નહિ જગદિશને રે... ꠶ટેક
મોટા મેલીને રાજ મરી ગયા રે, જોને જાતાં ન લાગી વાર... તોય꠶ ૧
તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેશ... તોય꠶ ૨
અંતકાળે લેવાને જમ આવિયા રે, તેનો ભાળી ભયંકર વેશ... તોય꠶ ૩
રોમ કોટિ વીંછી તણી વેદના રે, દુઃખ પામ્યો તું દૈવના ચોર... તોય꠶ ૪
સગાં સ્વાર્થી મળ્યા સહુ લૂંટવા રે, કેનું જરા† ન ચાલે જોર... તોય꠶ ૫
જીભ ટૂંકી પડી ને તૂટી નાડિયું રે, થયું દેહ તજ્યાનું તત્કાળ... તોય꠶ ૬
દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે, મળ્યો માણસનો દેહ વિશાળ... તોય꠶ ૭
†જરાય
Tāre māthe nagārā vāge motnā re
1-391: Sadguru Devanand Swami
Category: Updeshna Pad
Pad - 4
Tāre māthe nagārā vāge motnā re,
nathī ek ghaḍīno nīrdhār,
Toy jānyā nahi Jagdīshne re...
Motā melīne rāj marī gayā re,
jone jātā na lāgī vār... toy 1
Tāru joban gayu jakh mārtu re,
māthe kālā maṭī gayā kesh... toy 2
Antkāḷe levāne jam āviyā re,
teno bhāḷī bhayankar vesh... toy 3
Rom koṭi vīnchhī taṇī vednā re,
dukh pāmyo tu daīvnā chor... toy 4
Sagā svārthī maḷyā sahu lūtvā re,
kenu jarā na chāle jor... toy 5
Jībh ṭūkī paḍī ne tūṭī nāḍiyu re,
thayu deh tajyānu taṭkāḷ... toy 6
Devānand kahe na jāṇyā mārā Nāthne re,
maḷyo māṇasno deh vishāḷ... toy 7