કીર્તન મુક્તાવલી
હરિગુણ ગાતાં દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ
૧-૩૯૬: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
હરિગુણ ગાતાં, દુરિજનિયાનો ધડક ન મનમાં ધારીએ;
શિરને સાટે, શ્વાસોચ્છવાસે સુંદરવર સંભારીએ... ꠶ટેક
જે સાચું સમરણ આદરે, તેનો મૂરખ માણસ દ્રોહ કરે;
તે ઊલટો નિજ શિર ભાર ભરે... હરિગુણ꠶ ૧
જે સૂરજ સામી રજ નાખે, તે ઊલટી આવી પડે આંખે;
રવિ રોષ રાગ મન નવ રાખે... હરિગુણ꠶ ૨
એમ સમજી મન દૃઢ રાખીએ, મુખે કાયરતા નવ ભાખીએ;
આ તન પ્રભુ પર વારી નાખીએ... હરિગુણ꠶ ૩
જે તન મન ધન હરિ ચરણે ધરે, તેની સુંદર શ્યામ સહાય કરે;
કહે મુક્તાનંદ તારે ને તરે... હરિગુણ꠶ ૪
Hariguṇ gātā durijaniyāno dhaḍak na manmā dhārīe
1-396: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 1
Hariguṇ gātā, durijaniyāno dhaḍak na manmā dhārīe;
Shirne sāṭe, shvāsochchhvāse sundarvar sambhārīe...
Je sāchu samaraṇ ādare,
teno mūrakh māṇas droh kare;
Te ūlṭo nij shir bhār bhare... Hari 1
Je sūraj sāmī raj nākhe,
te ūlṭī āvī paḍe ānkhe;
Ravī rosh rāg man nav rākhe... Hari 2
Em samjī man dradh rākhīe,
mukhe kāyartā nav bhākhīe;
ā tan Prabhu par vārī nākhīe... Hari 3
Je tan man dhan Hari charaṇe dhare,
tenī sundar Shyām sahāy kare;
Kahe Muktānand tāre ne tare... Hari 4