કીર્તન મુક્તાવલી
સરવે માન તજી શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ
૧-૩૯૭: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
સરવે માન તજી શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ;
તજી લોકલજ્જા, સાધુજન સંગાથે પ્રીતિ સાંધીએ... ꠶ટેક
જે સાધુજનનો સંગ કરે, તેના કામાદિક સંતાપ હરે;
તેનું મન લઈ મોહન ચરણે ધરે... સરવે꠶ ૧
એમ હરિ ભજતાં મોટપ પામે, તેનાં જન્મ-મરણનાં દુઃખ વામે;
ફરી મન ન ચડે બીજે ભામે... સરવે꠶ ૨
ધ્રુવ આદિ અચળ થયા હરિ સેવી, તેની શિખામણ મન ધારી લેવી;
ભક્તિ પણ કરવી તે જેવી... સરવે꠶ ૩
દુરિજનના સંગથી દૂર રહીએ, હરિજનનો અવગુણ નવ લઈએ;
મુક્તાનંદ કહે દાસના દાસ થઈએ... સરવે꠶ ૪
Sarve mān tajī Shāmaḷiyā sangāthe man dradh bāndhīe
1-397: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Sarve mān tajī, Shāmaḷiyā sangāthe man dradh bāndhīe;
Tajī loklajjā, sādhujan sangāthe prīti sāndhīe...
Je sādhujan no sang kare,
tenā kāmādik santāp hare;
Tenu man laī Mohan charaṇe dhare... sarve 1
Em Hari bhajtā motap pāme,
teṇā janma-maraṇ nā dukh vāme;
Fari man na chaḍe bīje bhāme... sarve 2
Dhruv ādi achaḷ thayā Hari sevī,
tenī shikhāmaṇ man dhārī levī;
Bhakti paṇ karvī te jevī... sarve 3
Durijannā sangthī dūr rahīe,
harijanno avguṇ nav laīe;
Muktānand kahe dāsnā dās thaīe... sarve 4