કીર્તન મુક્તાવલી

તન ધન જાતાં હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે

૧-૩૯૮: સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

Category: ઉપદેશનાં પદો

પદ - ૩

તન ધન જાતાં, હરિજન હોય તે હરિભક્તિથી નવ ચળે;

જેમ નાર સતી, સરવે મમતા છોડી પતિ સંગે બળે... ꠶ટેક

જુઓ પ્રહ્‌લાદે પણ નવ છોડ્યું, નિજ તાતતણું સગપણ ત્રોડ્યું;

 દૃઢ કરી મોહન સંગ મન જોડ્યું... તન꠶ ૧

જુઓ હરિશ્ચંદ્રે હરિ નવ તજિયા, પર ઘેર વેચાઈ પ્રભુને ભજિયા;

 ત્યારે મોહનના મનમાં રજિયા... તન꠶ ૨

જુઓ બળીનું મન નવ હારિયું, ગુરુ વચન હૃદે નવ ધારિયું;

 તન મન ધન પ્રભુ પર વારિયું... તન꠶ ૩

એવી દૃઢતા ધારે તે મુખિયા, તે કોઈ કાળે નવ હોય દુઃખિયા;

 કહે મુક્તાનંદ તે મહા સુખિયા... તન꠶ ૪

Tan dhan jātā harijan hoy te haribhaktīthī nav chaḷe

1-398: Sadguru Muktanand Swami

Category: Updeshna Pad

Pad - 3

Tan dhan jātā, harijan hoy te haribhaktīthī nav chaḷe;

 Jem nār sati, sarve mamtā chhoḍī pati sange baḷe...

Juo Prahlāde paṇ nav chhoḍyu,

nij tāttaṇu sagpaṇ troḍyu;

 Draḍh karī Mohan sang man joḍyu... tan 1

Juo Harischandre Hari nav tajīyā,

par gher vechāī Prabhune bhajīyā;

 Tyāre Mohannā manmā rajiyā... tan 2

Juo Balīnu man nav hārīyu,

guru vachan hrude nav dhāriyu;

 Tan man dhan Prabhu par vāriyu... tan 3

Evī draḍhtā dhāre te mukhīyā,

te koī kāḷe nav hoy dukhiyā;

 Kahe Muktānand te mahā sukhiyā... tan 4

loading