કીર્તન મુક્તાવલી
હરિજન થઈને હાણ વરધ સુખ દુઃખ મનમાં નવ ધારીએ
૧-૩૯૯: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
હરિજન થઈને, હાણ વરધ સુખ દુઃખ મનમાં નવ ધારીએ;
ટાળ્યા ન ટળે, ઘટ સાથે ઘડિયાં હિંમત નવ હારીએ... ꠶ટેક
જુઓ કદરજ મહા દુઃખિયા કા’વ્યા, તે સુખદુઃખ મનમાં નવ લાવ્યા;
ત્યારે મોહનના મનમાં ભાવ્યા... હરિજન꠶ ૧
જુઓ વસુદેવ દેવકી બંધ રહ્યાં, બહુ કાળે બંધન દૂર થયાં;
હરિ પુત્ર તોય મહા દુઃખ સહ્યાં... હરિજન꠶ ૨
જુઓ પાંડવ હરિને અતિ પ્યારા, જેથી પળ એક નાથ ન રહે ન્યારા;
તે વન ભટક્યા લઈ સંગ દારા... હરિજન꠶ ૩
એમ સમજી હરખ શોક તજીએ, થઈ એકમના પ્રભુને ભજીએ;
કહે મુક્તાનંદ હરિને રજીએ... હરિજન꠶ ૪
Harijan thaīne hān varadh sukh dukh manmā nav dhārīe
1-399: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 4
Harijan thaīne, hān varadh, sukh dukh manmā nav dhārīe;
Tāḷyā na taḷe, ghaṭ sāthe ghaḍīyā himmat nav hārīe...
Juo Kadraj mahā dukhīyā kā’vyā,
te sukhḍukh manmā nav lāvyā;
Tyāre Mohannā manmā bhāvyā... Hari 1
Juo Vasudev Devkī bandh rahyā,
bahu kāḷe bandhan dūr thayā;
Hari putra toy mahā dukh sahyā... Hari 2
Juo Pānḍav Harine ati pyārā,
jethī paḷ ek Nāth na rahe nyārā;
Te van bhaṭkyā laī sang dārā... Hari 3
Em samjī harakh shok tajīe,
thaī ekmanā Prabhune bhajīe;
Kahe Muktānand Harine rajīe... Hari 4