કીર્તન મુક્તાવલી
હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે
૧-૪૦૦: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે,
વિપત્તિ વરતી રે, કેદી દીન વચન નવ ભાખે... ૧
જગનું સુખદુઃખ રે, માયિક મિથ્યા કરી જાણે,
તન ધન જાતાં રે, અંતરમાં શોક ન આણે... ૨
પર ઉપકારી રે, જન પ્રેમનિયમમાં પૂરા,
દૈહિક દુઃખમાં રે, દાઝે નહિ સાધુ શૂરા... ૩
હરિને સમરે રે, નિત્ય અહોનિશ ઉમંગ ભરિયા,
સર્વ તજીને રે, નટનાગર વહાલા કરિયા... ૪
બ્રહ્માનંદ કહે રે, એવા હરિજનની બલિહારી,
મસ્તક જાતાં રે, નવ મેલે ટેક વિચારી... ૫
Harijan sāchā re je urmā himmat rākhe
1-400: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Pad - 1
Harijan sāchā re, je urmā himmat rākhe,
Vipatti vartī re, kedī dīn vachan nav bhākhe... 1
Jagnu sukhḍukh re, māyik mithyā karī jāṇe,
Tan dhan jātā re, antarmā shok na āṇe... 2
Par upkārī re, jan prem-niyammā pūrā,
Daihik dukhmā re, dājhe nahi sādhu shurā... 3
Harine samare re, nitya ahonīsh umang bhariyā,
Sarva tajīne re, Naṭnāgar vahālā kariyā... 4
Brahmānand kahe re, evā harijannī balihārī,
Mastak jātā re, nav mele ṭek vichārī... 5