કીર્તન મુક્તાવલી
ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાંહી
૧-૪૦૧: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
ટેક ન મેલે રે, તે મરદ ખરા જગમાંહી;
ત્રિવિધ તાપે રે, કેદી અંતર ડોલે નાહીં... ૧
નિધડક વરતે રે, દૃઢ ધીરજ મનમાં ધારી;
કાળકરમની રે, શંકા તે દેવે વિસારી... ૨
મોડું વહેલું રે, નિશ્ચે કરી એક દિન મરવું;
જગ સુખ સારુ રે, કેદી કાયર મન નવ કરવું... ૩
અંતર પાડી રે, સમજીને સવળી આંટી;
માથું જાતાં રે, મેલે નહિ તે નર માટી... ૪
કોઈની શંકા રે, કેદી મનમાં તે નવ ધારે;
બ્રહ્માનંદના રે, વહાલાને પળ ન વિસારે... ૫
Ṭek na mele re te marad kharā jagmāhī
1-401: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Ṭek na mele re, te marad kharā jagmāhī;
Trividh tāpe re, kedī antar ḍole nāhī... 1
Nidhḍak varte re, draḍh dhīraj manmā dhārī;
Kāḷkarmanī re, shankā te deve visārī... 2
Moḍu vahelu re, nische karī ek din marvu;
Jag sukh sāru re, kedī kāyar man nav karvu... 3
Antar pāḍī re, samjīne savḷī ānṭī;
Māthu jātā re, mele nahi te nar māṭī... 4
Koīnī shankā re, kedī manmā te nav dhāre;
Brahmānandnā re, vahālāne paḷ na visāre... 5