કીર્તન મુક્તાવલી

સદા શોભતા ધર્મ વૈરાગ્ય જ્ઞાને (પ્રાગજી ભક્ત મહિમા અષ્ટક)

૧-૪૦૧૩: બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

Category: વધારાનાં અષ્ટકો

સદા શોભતા ધર્મ વૈરાગ્ય જ્ઞાને,

હૃદે શ્રીહરિમાં પરા પ્રીતિ જેને;

અતિ પ્રાણથી પ્યારા સૌ ધાર્મિકોને,

કરું વંદના પ્રાગજી સદ્‌ગુરુને. (૧)

 

સહી સર્વ વ્યાપી મનોકામ પૂરે,

મહા પુણ્યશાળી અને યોગવીર;

હણ્યા ભક્તના માન મોહાદિ શત્રુ,

કરું વંદના પ્રાગ્જિ જેને ન શત્રુ. (૨)

 

મનોહારી દિવ્યાકૃતિ રમ્ય જેની,

કરોડો શશી સૂર્ય શી કાંતિ જેની;

નરનાટ્ય રૂપે જુએ જક્તને જે,

કરું વંદના પ્રાગજી સદ્‌ગુરુને. (૩)

 

થયા તુલ્ય શ્રી અક્ષરાધીશજીને,

જુએ અંતરે જે સદા શ્રીહરિને;

સમાધિથી સૌને બતાવે પ્રભુ જે,

કરું વંદના પ્રાગજી સદ્‌ગુરુને. (૪)

 

બધા બંધ સંસારના છેદનારું,

કથે જ્ઞાન રૂડું સદા શિષ્ય સારુ;

સુપૂજ્યા મુદા જે અસંખ્યાશ્રિતોએ,

કરું વંદના પ્રાગજીને સદાયે. (૫)

 

પ્રભુ કેરી આજ્ઞા વિશે જે અધીરા,

સહે કષ્ટ દુષ્ટો તણાં જે ગંભીરા;

ન જાણ્યા કદી ક્રોધી માની જનોએ,

કરું વંદના પ્રાગ્જિને દિવ્યભાવે. (૬)

 

ક્ષમાસિંધુ ને ઇન્દ્રિયાશ્વો વિજેતા,

અનંગાદિ દોષો તણા જે નિહંતા;

સમાધિષ્ઠ વર્તે સદા નિર્નિમેષ,

કરું વંદના પ્રાગજી શુભ્રવેષ. (૭)

 

સુધા માધુરી શાં મૃદુ વેણ ભાખે,

હરે ભક્તનાં ચિત્ત નેણાં કટાક્ષે;

નિહાળી જ કાયા ગણું શ્રી ગણેશ,

કરું વંદના પ્રાગજી જે મહેશ. (૮)

શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી વિરચિત શ્રીસદ્‌ગુરુમહિમાષ્ટક પૂર્ણ

Sadā shobhatā dharma vairāgya gnāne (Prāgjī Bhakta Mahimā Aṣhṭak)

1-4013: Brahmaswarup Shastriji Maharaj

Category: Vadharana Ashtako

Sadā shobhatā dharma vairāgya gnāne,

Hṛude Shrī Harimā parā prīti jene;

Ati prāṇthī pyārā sau dhārmikone,

Karu vandanā Prāgjī sadgurune. (1)

 

Sahī sarva vyāpī manokām pūre,

Mahā puṇyashāḷī ane yogavīr;

Haṇyā bhaktanā mān mohādi shatru,

Karu vandanā Prāgji jene na shatru. (2)

 

Manohārī divyākṛuti ramya jenī,

Karoḍo shashī sūrya shī kānti jenī;

Nar-nāṭya rūpe jue jaktane je,

Karu vandanā Prāgjī sadgurune. (3)

 

Thayā tulya Shrī Akṣharādhīshjīne,

Jue antare je sadā Shrī Harine;

Samādhithī saune batāve Prabhu je,

Karu vandanā Prāgjī sadgurune. (4)

 

Badhā bandha sansārnā chhedanāru,

Kathe gnān rūḍu sadā shiṣhya sāru;

Supūjyā mudā je asankhyāshritoe,

Karu vandanā Prāgjīne sadāye. (5)

 

Prabhu kerī āgnā vishe je adhīrā,

Sahe kaṣhṭa duṣhṭo taṇā je gambhīrā;

Na jāṇyā kadī krodhī mānī janoe,

Karu vandanā Prāgjine divyabhāve. (6)

 

Kṣhamāsindhu ne indriyāshvo vijetā,

Anangādi doṣho taṇā je nihantā;

Samādhiṣhṭha varte sadā nirnimeṣh,

Karu vandanā Prāgjī shubhraveṣh. (7)

 

Sudhā mādhurī shā mṛudu veṇ bhākhe,

Hare bhaktanā chitta neṇā kaṭākṣhe;

Nihāḷī ja kāyā gaṇu Shrī Gaṇesh,

Karu vandanā Prāgjī je Mahesh. (8)

Shāstrī Yagnapuruṣhadāsjī virachit Shrī-Sadguru-mahimāṣhṭak pūrṇa

loading